Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

બેગુસરાયથી સીપીઆઈના ઉમેદવાર કન્હૈયાકુમાર અને તેના સમર્થકો વિરુદ્ધ મારપીટ કર્યાની ફરિયાદ

ગઢપુરા ખંડના કોરાય ગામમાં રોડ શો વેળાએ કાળા ઝંડા બતાવતા સમર્થકો ઉશ્કેરાયા

બિહારના બેગુસરાયથી સીપીઆઈના ઉમેદવાર કન્હૈયાકુમાર અને તેના સમર્થકો વિરુદ્ધ મારપીટ કર્યાની ફરિયાદ નોંધાઈ છે

બેગુસરાય સીટ પર કન્હૈયાકુમારનો મુકાબલો કેન્દ્રીયમંત્રી ગિરિરાજસિંહ અને રાજદના ઉમેદવાર તન્વીર હસન વચ્ચે થશે જેએનયુના છાત્રસંઘના પૂર્વ અધ્ય્ક્ષ કન્હૈયાકુમાર અને તેના સમર્થકો વિરુદ્ધ ગઢપુરા થાણામાં ફરિયાદ નોંધાઈ છે

    પોલીસ અધિકારી મુજબ કન્હૈયાકુમારના સમર્થકોએ સ્થાનિક લોકોને માર માર્યો હતો ગઢપુરમાં રોડ શો વેળાએ કેટલાક લોકોએ કાળા ઝંડા બતાવતા કન્હૈયાકુમાર અને તેના સમર્થકો ઉશ્કેરાયા હતા અને વિરોધ કરવાવાળાની મારપીટ કરી હતી  थी.

(8:06 pm IST)
  • ક્રુડના ભાવ વધારાની અસરઃ સેન્સેકસ ૩૦૦ પોઇન્ટ ડાઉન : ક્રુડના ભાવ વધારાએ શેર બજારની તેજીને બ્રેક લગાવી ર.૧પ કલાકે સેન્સેકસ ૩૧૦ પોઇન્ટ ઘટીને ૩૮૮૩૦ અને નીફટી ૧૦૮ પોઇન્ટ ઘટીને ૧૧૬૪૪ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૬૯.પર ઉપર ટ્રેડ કરે છે. access_time 3:53 pm IST

  • કોઈપણ સંસદીય બેઠક ઉપર લોકસભાની ચૂંટણીમાં કોઈપણ વિસ્તારના પોલીંગ એજન્ટ તરીકે રહી શકાશેઃ હાઈકોર્ટનો ચુકાદો : કોઈપણ સંસદીય બેઠક ઉપર લોકસભાની ચૂંટણીમાં કોઈપણ વિસ્તારના વ્યકિત પોલીંગ એજન્ટ તરીકે કામ કરી શકશે તેવો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છેઃ પોરબંદર પંથકમાંથી હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવ્યા બાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો access_time 4:12 pm IST

  • વડાપ્રધાન મોદીના તા. 25 એપ્રિલે વારાણસીમાં થનાર મેગા રોડ શો માટે આજથી ભાજપે વારાણસીમાં ઘરે ઘરે જઈને રોડ શોમાં આવવાનું આમંત્રણ આપવાનું અભિયાન શરૂ કર્યું છે : અમિતભાઇ પણ આ રોડ શોમાં હાજર રહેશે અને બીજા દિવસે નરેન્દ્રભાઈ સાથે લોકસભા ચૂંટણીનું નામાંકન પત્ર ભરતી વખતે પણ વડાપ્રધાનની સાથે રહેશે : હવે સૌ કોઈની નજર કોંગ્રેસ પર કેન્દ્રિત થઈ છે કે પ્રધાનમંત્રી મોદીની સામે કોંગ્રેસ કોને ચૂંટણી લડાવશે? access_time 9:04 pm IST