Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ગરીબોને ન્યાય આપશું: રર લાખ નોકરી આપશું

અમેઠીના તિલોઇમાં રાહુલ ગાંધીની સભાઃ મોદીએ પ્રજાના ગજવા ખાલી કરી પૈસા ચોરોને આપ્યા : ચોકીદારે પ્રજા પાસેથી જે કંઇ પણ લીધું છે તેનો બમણો લાભ હું આપીશ લોકોને

અમેઠી તા. રર :.. અમેઠીમાં તિલોઇમાં આયોજીત જનસતામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર  આકારા પ્રહારો કર્યા તેઓએ ચોકીદાર ચોર વાળી મુહિમને આગળ વધારીને કહયું કે નરેન્દ્ર મોદીએ ફકત હિન્દુસ્તાનની જનતા પાસેથી  ચોરી નથી કરી. સૌથી વધુ ચોરી ચોકીદારે તમારી પાસેથી કરી છેલ્લા પાંચ વર્ષોમાં અમે તમારા માટે જે કાંઇપણ કર્યુ, મોદીજીએતમારી પાસેથી છીનવી લીધું છે.

રાહુલે કહયુંકે મોદીએ દેશના ૧પ લોકોને કરોડો રૂપિયા આપ્યા. અને ગરીબોને ન્યાય આપીશું નરેન્દ્ર મોદીએ ગબ્બર ટેક્ષ લગાવ્યો તમારા ખીચ્ચામાંથી પૈસા નીકળા, તે ચોરોની હાથે લાગ્યા. જયારે તમે માલ ખરીદવાનું બંધ કર્યુ, હિન્દુસ્તાનની  ફેકટરીએ માલ બનવાનું બંધ કરી દીધું તેનાથી બેરોજગારી વધી છે.

તેઓએ કહયું કે ર૭હજાર યુવા દર ર૪ કલાકે તેમની નોકરી ગુમાવી રહ્યો છે. મોદીએ કહયું કે ર કરોડ નોકરી આપીશું. પરંતુ યુવા નોકરી ગુમાવી રહ્યા છે. અમે લોકોને ન્યાય આપીશું.

રાહુલે સભામાં ખેડૂતોને પોતાની ન્યાય યોજના અંગે માહિતી આપી હતી અને કહયું હતું કે આનાથી જયાં ખેડૂતોને લાભ થશે તો બેકારોને નોકરી પણ મળશે.

તેમણે કહયું હતું કે જો અમે સત્તા પર આવશું તો કુલ બે બજેટ લાવશું. એક બજેટ દેશનું હશે તો બીજુ ખેડૂતો માટે.

રાહુલ ગાંધીએ કહયું હતું કે ચોકીદારે દેશની જનતા પાસેથી જે કંઇ લીધુ છે તે હું  બમણુ કરી લોકોને આપીશ.

(3:55 pm IST)