Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

કોંગ્રેસે દિલ્હી માટે જાહેર કર્યા ૬ ઉમેદવાર

મનોજતિવારી સામે શીલા દક્ષિતને ટિકિટ

નવીદિલ્હી, તા.૨૨: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે દિલ્હીની ૬ સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ચાંદની ચોકથી જેપી અગ્રવાલને ટિકિટ આપી છે તો બીજી તરફ ઉત્ત્।ર પૂર્વની સીટથી શીલા દીક્ષિતને ટિકિટ આપી છે. નોંધનીય છે કે, આ સીટ પર બીજેપી તરફથી મનોજ તિવારીને ટિકિટ આપવામાં આવી છે.

પૂર્વ દિલ્હીથી કોંગ્રેસે અરવિંદરસિંહ લવલીને મેદાનમાં ઉતાર્યા છે. નવી દિલ્હીથી અજય માકનને ટિકિટ આપવામાં આવી છે. દિલ્હીની ઉત્ત્।ર પશ્યિમ સીટથી રાજેશ લિલોથિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બીજી તરફ, પશ્યિમ દિલ્હીથી મહાબલ મિશ્રાને ટિકિટ આપવામાં આવી છે.

નોંધનીય છે કે, બીજેપીએ રવિવારે જ લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે દિલ્હીની ચાર સીટો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બીજેપી તરફથી ચાંદની ચોકથી ડો. હર્ષવર્ધન, નોર્થ ઈસ્ટ દિલ્હીથી મનોજ તિવારી, વેસ્ટ દિલ્હીથી પ્રવેશ વર્મા અને સાઉથ દિલ્હીથી રમેશ બિધૂડીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ દિલ્હીની ચાર સીટો પર હાલના સાંસદનો ઉપર જ વિશ્વાસ મૂકયો છે.પહેલા કહેવામાં આવતું હતું કે બીજેપી કોંગ્રેસની યાદીની રાહ જોઈ રહી છે અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સાથે ગઠબંધનને લઈ અવઢવમાં છે પરંતુ હવે દિલ્હીની સાતમાંથી ૬ સીટો પર કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કરીને સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ગઠબંધનને લઈ સમીકરણો સધાયા નથી.

(3:55 pm IST)