Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ભાજપે પાંચ વર્ષમાં લોકોને ધોખો દેવા સીવાય શું કર્યુ?: પ્રિયંકાનો સવાલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે પ્રિયંકાએ પ્રચાર પડઘમ શાંત થયા પહેલા વાયનડમાં જબરી જનસભા સંબોધી : ભાજપ અધ્યક્ષે ૨૦૧૪ની ચૂંટણી બાદ ૧૫ લાખને ''જુમલો'' ગણાવેલઃ રાહુલ વાયનડ હશે અને અહીં માટે કામ કરશે

વાપનડઃ કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વીય ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ કેરળના વાયનડમાં સભા સંબોધન દરમિયાન ભાવુક બની ગયા હતા. અહિં તેમણે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા જણાવેલ કે ફકત પાંચ વર્ષ પહેલા સત્તામાં આવેલ ભાજપને લોકોએ આશા અને વિશ્વાસ સાથે મત આપેલ. પણ જેવી સરકાર સત્તામાં આવી તેમણે લોકોને ધોખો દેવા સીવાય શું કર્યુ ?

વાયનડમાં રેલીને સંબોધીત કરતા પ્રિયંકાએ જણાવેલ કે સત્તામાં આવ્યા બાદ ભાજપએ માનવા લાગી સત્તા તેમની જ છે, લોકોની નહીં !!  આ ગલતસહેમતીનો પહેલો સંકેત ત્યારે મળ્યો જયારે તેમના પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષે ચૂંટણી બાદ તુરંત જાહેરાત કરેલ કે દરેક ખાતામાં ૧૫ લાખ આપવાનો વાયદો ફકત ચૂંટણી માટે હતો. જેને તેમણે ''જુમલો'' બતાવેલ. તેમણે મંચ ઉપરથી લોકોને ભરોસો આપેલ કે રાહુલ વાયનડ હશે અને અહીં માટે કામ કરશે.

પ્રિયંકા ગાંધીએ ભાવુક થઈ સભામાં જણાવેલ કે હું આજે એવી વ્યકિત માટે પ્રચારમાં આવી છુ, જેને હું જન્મથી જાણું છુ. તેમના ઉપર છેલ્લા ૧૦ વર્ષમાં અનેક વ્યકિતગત હુમલાઓ થયા છે. જે તેમના ચરિત્રની હકીકતથી ખુબ જ દુર છે. મારો ભાઈ રાહુલ  બે વર્ષ મોટા છે. તેઓ મારા જીવનના દરેક સાચા- ખરાબ ક્ષણોમાં સાથે રહ્યા છે. રાહુલ જયારે ૧૪ વર્ષના હતા ત્યારે દાદી ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવેલ. ત્યારે અમારો પરિવાર સાથે રહ્યો. સાત વર્ષ બાદ જયારે તેઓ વિદેશમાં ભણી રહયા હતા. ત્યારે પિતા રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. પણ આ સંકટની ઘડીમાં પણ તેમણે કહેલ કે મને દિલમાં કોઈ માટે ગુસ્સો નથી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનડથી પણ ચૂંટણી લડી રહ્યા છે. પ્રિયંકા ગાંધી અને સોનીયા ગાંધી હાલ દેશભરમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે.

(3:54 pm IST)