Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ચીની નેવીના સ્થાપના દિવસની ઉજવણી માટે

ભારત સહિત ૧૦ દેશોના વહાણો ચીની સમુદ્રમાં : પાકિસ્તાનના વહાણો નહિ જોડાય

બિજિંગઃ આઇએનએસ કોલકત્ત્।ા સહિતના બે ભારતીય લડાકુ વહાણ, ચીનના નૌકાદળના કાફલાના સમીક્ષા કાર્યક્રમમાં ભાગ લેવા માટે ચીનના કિવંગદાવ બંદરે પહોંચી ગયા છે. કાર્યક્રમમાં નહિ જોડાનાર પાકિસ્તાની વહાણોની ગેરહાજરી આંખે ઉડીને નળગશે. ભારતનું આઇએનએસ કોલકત્ત્।ા ઘર આંગણે બનાવાયેલું સૌથી મોટું સ્ટેલ્થ ડિસ્ટ્રોયર વહાણ છે.

ચીનની પીપલ્સ લિબરેશન આર્મિ નેવી/ પ્લાના આગામી તા.૨૩ એપ્રિલે એનો ૭૦મો સ્થાપના દિવસ ઉજવશે, જેમાં વહાણોના કાફલાની ભવ્ય સમીક્ષા થશે. ભારત, રશિયા, થાઇલેન્ડ અને વિયેટનામ સહિતના ૧૦ દેશો, આ વહાણ પરેડમાં જોડાવા માટે એમના ૨૦ વહાણોને ચીનમાં મોકલી રહ્યાં છે.

ભારતે નિર્માણ કરેલા ત્રણ ડિસ્ટ્રોયરના નવા વર્ગના પ્રથમ વહાણ આઇએનએસ કોલકત્ત્।ાની સાથે ટેન્કર આઇએનએસ શકિતને પણ ચીનમાં મોકલવામાં આવ્યું છે.

ચીનનું ખાસ દોસ્તી એવું પાકિસ્તાન, આ વહાણ પરેડમાં ભાગ લઇ રહ્યું નથી, પરંતુ એ દેશનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ કિવંગદાવ બંદરે તા.૨૧-૨૬ એપ્રિલ દરમિયાન યોજાનારી ઉજવણીમાં જોડાશે.

(3:42 pm IST)
  • અભિનેતાથી નેતા બની શકે છે અક્ષયકુમાર : ગુરદાસપુરથી ટિકીટ ? : બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે : ભાજપ તેમને ગુરદાસપુરથી ટિકીટ આપે તેવી શકયતા છે : આ બેઠક અગાઉ વિનોદ ખન્નાની હતી access_time 3:23 pm IST

  • રાજકોટ : આજીડેમમાં નાહવા પડતા ડૂબી જતાં કુબલિયાપરાના 2 સગા ભાઈના મોત, પરિવારમાં શોક : વિશાલ અમર દેવીપૂજક 14 અને તેના ભાઈ રોહિત અમારભાઈ દેવીપૂજક 16ના મોત. : ઘરે કોઈ નહોતું. માતા પિતા કપડાં વેચવા ગયા હતા. : ત્રણ છોકરા ન્હાવા પડ્યા હતા એકનો બચાવ access_time 5:18 pm IST

  • એનસીપીના શંકરસિંહ વાઘેલાની ભવિષ્યવાણીઃ બીજેપીને ૧૪૦થી ૧૬૦ બેઠક જ મળશે access_time 3:58 pm IST