Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

એન.ડી. તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યામાં તેની પત્ની મુખ્ય શકમંદ

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રોહિતનું મોત ગળું દબાવવાને કારણે થયું હતું: આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહી છે

નવી દિલ્હી, તા.૨૨: એ.ડી. તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યા કેસમાં દિલ્હી પોલીસે તેની પત્ની અપૂર્વા અને બે નોકરોની અટકાયત કરી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે પોલીસ રોહિત શેખરની પત્ની અપૂર્વાને મુખ્ય શકમંદ માની રહી છે.

કોંગ્રેસના પીઢ નેતા તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન.ડી. તિવારીના પુત્ર રોહિત શેખરના મોતના કેસમાં પોલીસે ગુરુવારે હત્યાનો કેસ નોંધ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રોહિતનું મોત ગળું દબાવવાને કારણે થયું હતું. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહી છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે શનિવારે દક્ષિણ દિલ્હી ખાતે આવેલા રોહિત શેખરના દ્યરે અપૂર્વાની આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. રવિવારે રોહિત શેખરની માતા ઉજ્જવલાએ દાવો કર્યો હતો કે અપૂર્વ અને તેના માતાપિતાની નજર તેના પુત્રની સંપત્ત્િ। પર હતી.

ઉજ્જવલાએ જણાવ્યું કે, ઙ્કઅપૂર્વા અને તેનો પરિવાર મારા બંને પુત્રો સિદ્ઘાર્થ અને રોહિતની તમામ સંપત્તિ ઝૂટવી લેવા માંગતા હતા. કારણ કે આ ઘર સુપ્રીમ કોર્ટ નજીક આવેલું છે. અપૂર્ણ અહીં વકીલ તરીકે પ્રેકિટસ કરે છે.

રોહિત અને અપૂર્વાની મુલાકાત સુપ્રીમ કોર્ટમાં થઈ હોવાનો ઇન્કાર કરતા ઉજ્જવાલાએ જણાવ્યું હતું કે, બંને સુપ્રીમ કોર્ટમાં પ્રેકિટસ દરમિયાન નહીં પરંતુ ૨૦૦૭ના વર્ષમાં એક મેટ્રોમિનિયલ વેબસાઇટ મારફતે મળ્યાં હતાં.

બંને એક વર્ષ સુધી સંપર્કમાં રહ્યા હતા અને બાદમાં બંને અલગ થઈ ગયા હતા. ઉજ્જવલાએ જણાવ્યું હતું કે રોહિતે અપૂર્વાથી અંતર રાખ્યું હતું, કારણ કે તે તેની સાથે લગ્ન કરવા માંગતો ન હતો. ૨૦૧૮માં જાન્યુઆરીથી માર્ચ સુધી તેઓ એકબીજાને સંપર્કમાં ન હતા. પરંતુ બીજી એપ્રિલના રોજ બંને મારા પાસે આવ્યા હતા અને લગ્ન કરવાનું ઈચ્છા વ્યકત કરી હતી.

જૂન મહિનામાં બંનેએ એક બીજાથી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. ઉજ્જવાલાએ એવું પણ કહ્યું હતું કે એન.ડી તિવારીના સંબંધી તેમજ તેની મદદગાર રહેલા રાજીવ કુમારને પુત્રને સંપત્તિનો હિસ્સો દેવાનો પણ અપૂર્વાએ વિરોધ કર્યો હતો. રોહિત શેખરનું ૧૬મી એપ્રિલના રોજ રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું.

(3:31 pm IST)