Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

રોમેન્ટિક પ્રી-વેડિંગ માટે કપલ નાવડીમાં બેઠુ, પણ પ્લાન ઊંધો પડયો

 કોચી તા ૨૨ :  લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફોટોશૂટનો ટ્રેન્ડ હવે ભારતમાં પણ જબરો ફેવરિટ થઇ રહ્યો છે. યુગલો લગ્ન પહેલાની પળોને યાદગાર બનાવી દેવા માટે કંઇક નવું કરવા તત્પર હોય છે. તાજેતરમાં કેરલના એક યુગલનો પ્ર-વેડિંગ ફોટલોશૂટનો વિડીયો વાઇરલ થયો છે. આ યુગલની ઇચ્છા એવી હતી કે, તેઓ એક નદીમાં નાવમાં સફર કરતા હોય અને વરસાદ આવી રહ્યો હોય, એ વરસાદમાં તેઓ કેળનાં પત્તાંને છત્ર બનાવીને એકમેકની નિશ્રામાં બચીને રહે. વરસાદ આવતો ન હોવાથી આસપાસના કેટલાક લોકો તેમની પર પાણીની વાછટ નાખી રહ્યા હતા અને સામેથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનું કામ થઇ રહ્યું હતું. જોકે વરસાદની વાછટોથી બચવાના પ્રયત્નનો અભિનય કરવા જતાં નાવડી હાલકડોલક થઇ અને બન્ને જણ પાણીમાં પડી ગયાં આસપાસના ઘણા લોકો હતા. અને નદી બહું ઊંડી નહોતી  એટલે બચાવકાર્યમાં ખાસ વાંધો ન આવ્યો. નસીબ પણ એટલું સારૂ કે યુગલ પાણીમાં પડયું એ પહેલા કેમેરામેને પર્ફેકટ શોટ ખેંચી લીધો હતો. (૩.૨)

(2:18 pm IST)
  • હવે જયાપ્રદા પર વિવાદમાં ફસાયા :કહ્યું આઝમખાને મારા વિરુદ્દ ટિપ્પણી કરી છે એ જોતા માયાવતીજી વિચારો, આઝામખાનની એક્સરે જેવી આંખો તમારા ઉપર પણ ક્યાં ક્યાં નજર નાખીને જોશે :જયાપ્રદાના નિવેદનથી ચૂંટણીપંચ ખફા :જયાપ્રદા વિરુદ્ધ ફરિયાદ access_time 12:35 pm IST

  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST

  • ક્રુડના ભાવ વધારાની અસરઃ સેન્સેકસ ૩૦૦ પોઇન્ટ ડાઉન : ક્રુડના ભાવ વધારાએ શેર બજારની તેજીને બ્રેક લગાવી ર.૧પ કલાકે સેન્સેકસ ૩૧૦ પોઇન્ટ ઘટીને ૩૮૮૩૦ અને નીફટી ૧૦૮ પોઇન્ટ ઘટીને ૧૧૬૪૪ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૬૯.પર ઉપર ટ્રેડ કરે છે. access_time 3:53 pm IST