Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

બે દિવસના રાયબરેલી-અમેઠીના પ્રવાસે સોનિયા-રાહુલ અને પ્રિયંકા ગાંધી

નવી દિલ્હીઃ યુપીએના ચેરપર્સન અને સાંસદ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી આજથી બે દિવસના પ્રવાસે રાયબરેલી અને અમેઠી પહોંચ્યા છે. સોનિયા ગાંધી કાર્યકરોને મળશે તો પ્રિયંકા ગાંધી રાયબરેલીમાં ૨ અને રાહુલ ગાંધી અમેઠીમાં ૩ સભાઓને સંબોધશે. આજે બપોરે તેઓનંુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતંુ. તે પછી સોનિયા ગાંધી બીએમયુ ગેસ્ટહાઉસમાં પક્ષના નેતાઓ અને કાર્યકરોને મળશે. રાહુલ ગાંધી ૨૪મીએ વૃજેન્દ્ર સ્વરૂપ પાર્કના મંચથી ગર્જના કરશે. તેઓ આજે અમેઠીમાં પણ ૩ સભાઓ સંબોધી રહ્યા છે. તેમની સભા તિલોઈ, સલોન અને અમેઠીમાં યોજાશે. રાહુલ આજે ૧૧ વાગ્યે બારાબંકી, હૈદરગઢના રસ્તે તિલોઈ પહોંચ્યા છે. જ્યાં પ્રથમ સભા છે. ૧ વાગ્યા બાદ સલોનમાં સભા સંબોધશે. પ્રિયંકા ગાંધી પણ સભાઓ સંબોધે તેવો કાર્યક્રમ છે. બન્ને સક્રિયતાથી સભાઓ અને કાર્યકરો સાથે વાર્તાલાપ કરશે.

(11:53 am IST)