Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

એફિલ ટાવરની લાઈટો બંધ :શ્રીલંકામાં બૉમ્બ બ્લાસ્ટના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

શ્રીલંકાની સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને કેટલાક વિસ્તારમાં કર્ફ્યુ પણ લાગુ કર્યો

નવી દિલ્હી :શ્રીલંકાના કોલંબોમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં કુલ 290 લોકોના મોત અને 500થી વધારે લોકો ઘાયલ થયા છે આજે સોમવારે સવારે કોલંબો એરપોર્ટ નજીકથી વધુ એક  આઈઈડી મળી આવ્યો. જો કે, આ આઈઈડીને પોલીસે નિષ્ક્રિય કર્યો. ત્યારે બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ અત્યાર સુધીમાં 24 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. બોમ્બ વિસ્ફોટમાં ત્રણ જેટલા ભારતીય નાગરિકના પણ મોત થયા છે. હવે આ બધા લોકો માટે એફિલ ટાવરમાં લાઈટ બંધ કરવામા આવી હતી અને બધા મૃત લોકોને શ્રધ્ધાંજલિ આપી હતી

     મળતી માહિતી મુજબ એક હોટલમાં નાસ્તાની લાઈનમા ઉભેલા એક આતંકવાદીએ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. છ કલાકમાં આઠ જેટલા બોમ્બ વિસ્ફોટમાં આખુ કોલંબો ધણધણી ઉઠ્યુ હતુ. વિસ્ફોટની ઘટના બાદ શ્રીલંકાની સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને કેટલાક વિસ્તારમાં કર્ફ્યુ પણ લાગુ કર્યો છે.  

  પોલીસના જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટની ઘટનાને અંજામ આપવા માટે એક વાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસનું કહેવુ છે કે, કોલંબોમાં દહેશત ફેલાવવા માટે આઈઈડી શ્રીલંકામાં જ બનાવવામાં આવ્યા હતા. જે બાદ આતંકવાદી હુમલાને અંજામ આપવામાં આવ્યો છે

(11:48 am IST)