Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

અત્યારસુધીની ચૂંટણીમાં પ્રથમ વાર બન્યું કે મહિલાઓ મતદાનમાં પુરુષોથી આગળ નીકળી છે

લોકસભા ચૂંટણી ૨૦૧૯: આ વખતે મહિલાઓ જેની સાથે, સત્તા તેના હાથમાં

મતદાનના ટ્રેન્ડ ગણાવી રહ્યા છે કે આ વખતે હાર-જીતમાં મહિલાઓની ભૂમિકા ખાસ રહેશે

નવી દિલ્હી, તા.૨૨: લોકસભા ચૂંટણીના બે ચરણોના મતદાનના રાજનૈતિક દળો અને રાજનૈતિક વિશ્લેષકોએ અચંબામાં નાખી દીધા છે. અત્યાર સુધીમાં થયેલી ચૂંટણીઓમા પ્રથમ મોકો છે જયારે મતદાનમાં મહિલાઓ પુરુષોથી આગળ નીકળી ગઈ છે. ઉત્ત્।રાખંડ, બિહાર અને પૂર્વોત્ત્।રના રાજયોમાં મતદાનનું અંતર દરેકને હેરાન કરનારું હોય છે. જયારે ઉત્ત્।રપ્રદેશ સહિત અન્ય રાજયોમાં ગઈ ચૂંટણીની સરખામણીએ પુરુષ અને મહિલાઓ વચ્ચે મતદાનનું અંતર ખુબજ ઓછું થયું છે. મતદાનના ટ્રેન્ડ બતાવી રહ્યા છે કે આ વખતે હાર જીતમાં મહિલાઓની ભૂમિકા ખાસ રહેશે.

પ્રથમ ચરણમાં પુરુષોની તુલનામાં મહિલાઓના મતની ટકાવારી અડક ટકા વધુ હતી તો બીજા ચરણમાં મહિલા મતદાતાઓની સંખ્યા વધીને ૦.૧૪ ટકા રહી. પ્રથમ ચરણમાં ૧૧ એપ્રિલે ૯૧ લોકસભા સીટો માટે મતદાન થયું હતુ. જયારે બીજા ચરણમાં ૧૮ એપ્રિલે ૯૫ સીટ પર માટે માટે આપવામાં આવ્યા. પ્રથમ ચરણની ચૂંટણીમાં ૬૮.૦૨ ટકા પુરુષો અને ૬૮.૫૩ ટકા મહિલાઓએ તો બીજા ચરણમાં ૬૯.૦૭ ટકા પુરુષો, તો ૬૯.૨૧ ટકા મહિલાઓએ મતાધિકારનો પ્રયોગ કર્યો.

વિશેષજ્ઞોનું માનવું છે કે મહિલાઓની પુરુષોની સરખામણીમાં વધુ માટેનું કારણ અડધી વસ્તીમાં જાગરૂકતા વધારવા ઉપરાંત પુરૂષોનું પલાયન પણ થઇ શકે છે. બિહાર, પશ્યિમ બંગાળ, ઉત્ત્।રાખંડ અને પૂર્વોત્ત્।રના રાજયોના પુરુષો કામ સિલસિલામાં મહાનગરોનું વલણ વધુ અપનાવે છે. જો કે એ પણ સાચું એ છે કે શહેરોમાં મહિલાઓ મતદાન પ્રત્યે વધુ જાગૃત થઇ છે.  કેટલાક એવા પણ રાજય છે જયાં મહિલાઓનું મતદાનની ટકાવારી હંમેશાની સમાન પુરુષોની સરખામણીએ ઓછી રહી. જો કે છેલ્લી કેટલીક ચૂંટણીમાં આ રાજયોમાં પણ મહિલાઓના મતદાનની ટકાવારી વધે છે. જોકે ઉત્ત્।રપ્રદેશમાં સામાન્ય રીતે મહિલાઓ અને પુરુષો વચ્ચે મતદાનનું અંતર ત્રણ થી ચાર ટકા રહેતું હતુ. આ વખતે પ્રથમ અને બીજા ચરણના મતદાનમાં આ અંતર ઘટીને ક્રમશઃ ૦.૫૦ ટકા અને ૦.૪૧ ટકા રહ્યું છે.

(11:48 am IST)