Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

GoAir ધમાકેદાર ઓફર, માત્ર ૧૩૭૫ રૂપિયામાં કરો વિમાનની મુસાફરી

નવી દિલ્હી, તા.૨૨: લો કોસ્ટ એરલાયન્સ ગો એરે સસ્તી વિમાન મુસાફરી કરવાની નવી ઓફર શરૂ કરી છે. કંપની ૧૩૭૫ રૂપિયાની શરુઆતના ભાડામાં વિમાન મુસાફરી કરવાની તક આપી રહી છે. ગો એરની આ ઓફરનું નામ ફ્લાઇટ સ્માર્ટ છે. આ ઓફર પ્રમાણે ૨૫ એપ્રિલ પહેલા બૂકિંગ કરાવી શકાશે. ત્યારબાદ આ ઓફર પૂર્ણ થઇ જશે. આ ઓફર પ્રમાણે ૩ જુલાઇથી ૯ જુલાઇ વચ્ચે વિમાન મુસાફરી કરવાની તક મળશે.

આ ઓફરમાં મુસાફરને સૌથી સસ્તી એટલે કે ૧૩૭૫ રૂપિયામાં ફ્લાઇટની ટિકિટ બાગડોગરાથી ગુવાહાટીની છે. તો અમદાવાદથી જયપુરની ટિકિટના ભાવ ૧૪૯૯ રૂપિયા છે.

અમદાવાદથી ચેન્નઇ ૩૩૪૮ રૂપિયા, અમદાવાદથી મુંબઇ ૨૧૪૯ રૂપિયા, ગુવાહાટીથી દિલ્હી ૪૩૭૭ રૂપિયા, કોલકતાથી દિલ્હી ૪૨૦૧ રૂપિયા, કોલકાતાથી મુંબઇ ૫૫૦૦ રૂપિયા, પટનાથી બેંગલુરુ ૫૦૫૦ રૂપિયા, અમદાવાદથી મુંબઇ ૧૭૯૯ રૂપિયા છે. આ જાણકારી પણ ગોએરની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ટાટા ગ્રૂપની એરલાયન્સ કંપની વિસ્તારા ડોમેસ્ટિક ફ્લાઇટની ટિકિટ પર ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. આ છૂટનો ફાયદો લેવા માટે તમારે ઇકોનોમી કલાસમાં ઓછામાં ઓછી ૪ ટિકિટ બૂક કરાવવાની રહેશે.

(10:07 am IST)