Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

શ્રીલંકાઃ કોલંબોમાં એક બોમ્બ નિષ્ક્રિયઃ ૫ ભારતીય સહિત ૨૯૦ લોકોના મોત

શ્રીલંકામાં સોમવારે કોલંબો એરપોર્ટ પાસે વધુ એક જીવતો બોમ મળી આવ્યો છે. જોકે પોલીસે સમયસર તેને નિષ્ક્રિય કરી દીધો હતો. સાથે જ રવિવારે થયેલા બ્લાસ્ટના સંબંધમાં ૧૩ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે

કોલંબો, તા.૨૨: શ્રીલંકામાં સોમવારે કોલંબો એરપોર્ટ પાસે વધુ એક જીવતો બોમ મળી આવ્યો છે. જોકે પોલીસે સમયસર તેને નિષ્ક્રિય કરી દીધો હતો. સાથે જ રવિવારે થયેલા બ્લાસ્ટના સંબંધમાં ૧૩ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. રવિવારના શ્રીલંકાના ચર્ચો અને ફાઇવ-સ્ટાર હોટલોમાં ઇસ્ટરના સમયે આત્મદ્યાતી હુમલો સહિત આઠ બોમ બ્લાસ્ટમાં ૨૧૫ લોકોના મોત થયા છે જયારે ૫૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

લિટ્ટેની સાથે ખૂની સંદ્યર્ષના દૂર થયા બાદ લગભગ એક દશક બાદ શ્રીલંકાની શાંતિ આ ઘટનાથી ભંગ થઇ ગઇ છે. આ બ્લાસ્ટમાં મોતને ભેટનાર લોકોને દુનિયાભરમાં શ્રદ્ઘાંજલિ આપવામાં આવી રહી છે. ફ્રાન્સના પેરિસમાં એફિલ ટાવરની લાઇટ મધરાતે બંધ થઈ હતી. આ ઉપરાંત, ભારતમાં સ્થિત મહાબોધી મંદિરમાં બૌદ્ઘ સાધુઓ પ્રાર્થના કરે છે.

પોલીસના પ્રવકતા રૂવન ગુણશેખરાએ જણાવ્યું કે આ શ્રીલંકામાં થયેલા અત્યાર સુધીના સૌથી ભયાનક હુમલામાંથી એક છે. આ વિસ્ફોટ સ્થાનીક સમયાનુસાર સવારે ૮:૪૫ આસપાસ ઇસ્ટર પ્રાર્થના સભા દરમિયાન કોલંબોના સેન્ટ એન્થના ચર્ચ, પશ્ચિમ તટીય શહેર નેગોમ્બોના સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોવાના જિયોન ચર્ચમાં થયા હતા. કોલંબોના થ્રી-ફાઇવ સ્ટાર હોટલ- શાંગરી લા, સિનામોન ગ્રેંડ અને કિંગ્સબરીને પણ નિશાન બનાવવામાં આવી હતી. ગુણશેખરાએ બ્લાસ્ટમાં ૨૦૧૭ લોકોના મોત થયાની પુષ્ટિ કરી હતી. જો કે, સ્થાનિક ન્યૂઝ ચેનલ ફર્સ્ટના અનુસાર મૃતકોની સંખ્યા ૨૧૫ છે.

શ્રીલંકાના પ્રવાસન વિભાગના અધ્યક્ષ કિશુ ગોમ્સે જણાવ્યું હતું કે, વિસ્ફોટોમાં ૩૩ વિદેશી નાગરિકોના મોત થયા છે. એવું માનવામાં આવે છે કે ફકત એક સંગઠને આ વિસ્ફોટો કર્યા છે. નેશનલ હોસ્પિટલના ડાયરેકટર ડો. અનિલ જયસિંઘે ૩૩ માંથી ૧૨ વિદેશી નાગરિકોની ઓળખ કરી છે, જેમા ભારતના ત્રણ, ચીનમાંથી બે અને પોલેન્ડ, ડેનમાર્ક, જાપાન, પાકિસ્તાન, અમેરિકા, મોરોક્કો અને બાંગ્લાદેશમાંથી એક-એક નાગરીક સામેલ છે.

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરી ત્રણ ભારતીયોની ઓળખ લક્ષ્મી, નારાયણ ચંદ્રશેખર અને રેમશ તરીકે કરી છે. તેમણે ટ્વિટમાં કહ્યું, કોલંબોના ભારતીય હાઈ કમિશ્નરએ જાણ કરી છે કે નેશનલ હોસ્પિટલે તેમને ત્રણ ભારતીયોની મૃત્યુ વિશે માહિતી આપી છે. આ બ્લાસ્ટમાં ભારતીય લોકો સહિત લગભગ ૫૦૦ લોકો ઘાયલ થયા છે. રવિવારના આ બ્લાસ્ટની જવાબદારી અત્યાર સુધી કોઇ સંગઠને લીધી નથી.

(7:58 pm IST)
  • રાજકોટ: ચૂંટણી ફરજમાં ગેરહાજર હોમગાર્ડ સામે પોલીસ કમિશનરનું આકરું પગલું access_time 5:20 pm IST

  • ક્રુડના ભાવ વધારાની અસરઃ સેન્સેકસ ૩૦૦ પોઇન્ટ ડાઉન : ક્રુડના ભાવ વધારાએ શેર બજારની તેજીને બ્રેક લગાવી ર.૧પ કલાકે સેન્સેકસ ૩૧૦ પોઇન્ટ ઘટીને ૩૮૮૩૦ અને નીફટી ૧૦૮ પોઇન્ટ ઘટીને ૧૧૬૪૪ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૬૯.પર ઉપર ટ્રેડ કરે છે. access_time 3:53 pm IST

  • કોઈપણ સંસદીય બેઠક ઉપર લોકસભાની ચૂંટણીમાં કોઈપણ વિસ્તારના પોલીંગ એજન્ટ તરીકે રહી શકાશેઃ હાઈકોર્ટનો ચુકાદો : કોઈપણ સંસદીય બેઠક ઉપર લોકસભાની ચૂંટણીમાં કોઈપણ વિસ્તારના વ્યકિત પોલીંગ એજન્ટ તરીકે કામ કરી શકશે તેવો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છેઃ પોરબંદર પંથકમાંથી હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવ્યા બાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો access_time 4:12 pm IST