Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

જેટના કર્મીઓને ભરતી કરવા અન્ય એરલાઈન્સ તૈયાર થઈ

ઓછા પગારમાં પણ ભરતી કરી શકે : અહેવાલ : કુશળ કર્મચારીઓની માંગ હજુ પણ અકબંધ : અહેવાલ

મુંબઈ, તા. ૨૧ : દેવાના કારણે બંધ કરવામાં આવેલી જેટ એરવેઝના કર્મચારીઓના ભાવિ ચોક્કસપણે અદ્ધરતાલ બનેલા છે. ૨૨ હજારથી વધુ કર્મચારીઓ મુશ્કેલીમાં દેખાઈ રહ્યા છે પરંતુ અન્ય એરલાઈન્સો કુશળ અને અનુભવી લોકોને તેમની ટીમમાં સામેલ કરવા તૈયારી કરી છે. જોકે જેટ એરવેઝમાં તેમને મળી રહેલા પગાર કરતા ઓછા પગારમાં તેમને સામેલ કરવામાં આવી શકે છે. ભારતીય ઉડ્ડયન સેકટરમાં ટેલેન્ટની હજુ પણ જરૂર દેખાઈ રહી છે. ભારતીય ઉડ્ડયન સેકટર વિશ્વમાં સૌથી ઝડપથી આગેકૂચ કરનાર સેકટર છે. જેટ એરવેઝની સેવા ૨૬ વર્ષ સુધી જારી રહી હતી. કોન્ટ્રાક્ટ ઉપર રહેલા કર્મચારીઓ પૈકી તેમાં કુલ કર્મચારીઓની સંખ્યા ૨૩ હજાર જેટલી હતી. ૧૭મી એપ્રિલના દિવસે જેટ એરેઝની સેવા કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવી હતી. જાણકાર લોકોનું કહેવું છે કે જેટના કર્મચારીઓને લેવા માટે અન્ય એરલાઈન્સ ઈચ્છુક દેખાઈ રહી છે. ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં તેમને વહેલીતકે સામેલ કરવામાં આવી શકે છે. ખાસ કરીને ઈન્ડિયન એરલાઈન્સ અને સ્પાઈસ જેટની નજર જેટના કર્મચારીઓ ખાસ કરીને પાયલોટ અને કેબિન ક્રુ પર કેન્દ્રિત છે.દરમિયાનગીરી કરી હોત તો જેટને ભવિષ્ય માટે ટિકિટ વેચતા પહેલા પણ રોકી શકાયા હોત. બીજી બાજુ જેટ એરવેઝના કર્મચારીઓ પોતાના પગારને લઈને પણ ચિંતાતૂર દેખાઈ રહ્યા છે. પોતાના બાકી પગાર અને કંપનીને આંશિક મદદ આપવાને લઈને રાષ્ટ્રપિત રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કર્મચારીઓ પત્ર લખી ચુક્યા છે. નાણામંત્રી અરૂણ જેટલીને પણ મળીને મદદની માંગ કરવામાં આવી રહી છે.

 જેટની ઉડાણ ઠપ થવાથી તેના ૨૨ હજારથી વધુ કર્મચારીઓની હાલત કફોડી બની ગઈ છે. કર્મચારીઓની નોકરી એકબાજુ ખતરામાં આવી ગઈ છે ત્યારે બીજી બાજુ તેમની પારિવારિક સ્થિતિ પણ ખરાબ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. નાગરિક ઉડ્ડયનમાં રાજ્યમંત્રી જયંત સિંહાએ આશા વ્યક્ત કરતા કહ્યું છે કે કંપનીના તમામ કુશળ કર્મચારઓને ટુંક સમયમાં જ નોકરી મળી જશે.

(12:00 am IST)
  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST

  • ત્રીજા ચરણમાં ૧૧૬ બેઠકોઃ અડધાથી વધુ બેઠકો ઉપર ભાજપનો કબ્જોઃ આ વખતે રાહ સરળ નથી: કાલે ૧પ રાજયોની ૧૧૬ બેઠક પર મતદાનઃ આ ચરણમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પરઃ જીતેલી બેઠકો જાળવી રાખવા પડકારઃ ત્રીજા ચરણની અડધાથી વધુ બેઠકો ભાજપ પાસે છેઃ કાલે વાયનાડથી રાહુલ ગાંધીના ભાગ્યનો પણ ફેંસલો થશેઃ ર૦૧૪ માં ૧૧૬ બેઠકોમાંથી એનડીએને ૬૭ બેઠકો મળી હતીઃ આમાંથી ૬ર બેઠક પર ભાજપ,૪ શિવસેના અને એક એલજેપીએ જીતી હતીઃ યુપીએને ર૬ બેઠકો મળી હતી જેમાં કોંગ્રેસને ૧૬, રાજદ ર, એનસીપી ૪, મુસ્લિમ લીગ ર, અને ૧ કેરળ કોંગ્રેસને મળી હતી. access_time 3:58 pm IST

  • નરેન્દ્રભાઇ મમતાના ગઢમાંથી બીજી બેઠક ઉપરથી ચૂંટણી લડશે ? ગમે તે ઘડીએ જાહેરાત થવાની સંભાવના: અમિતભાઇ કોલકત્તામાં મહત્વની જાહેરાત કરે તેવી ભારે ચર્ચાઃ ટૂંક સમયમાં પત્રકારોને સંબોધશેઃ પશ્ચિમ બંગાળમાં ભારે ચર્ચા છે કે, નરેન્દ્રભાઇ મોદી વારાણસી ઉપરાંત બીજી બેઠક પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના હોમગ્રાઉન્ડ ઉપરથી લડશે access_time 12:33 pm IST