Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

આક્રમક પ્રજ્ઞા ઠાકુરના નિવેદનથી દુઃખ થયું છે

સર્જિકલ સ્ટ્રાઈકવાળા અધિકાર ખફા

નવી દિલ્હી, તા.૨૧ : મુંબઈના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેને લઈને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદનથી નારાજગી દિન પ્રતિદિન વધી રહી છે. મુંબઈ પોલીસની નારાજગી બાદ હવે લેફ્ટી જનરલ (નિવૃત્ત) ડીએસ હુડાએ કહ્યું છે કે જો કોઈ શહીદના સંદર્ભમાં આ પ્રકારના નિવેદન આવે છે તો ખૂબ દુઃખ થાય છે. શહદી પોલીસ ફોર્સથી અથવા તો સેનામાંથી કોઈ જવાનનું અપમાન કરવામાં આવે છે તો આઘાત લાગે છે. આ પ્રકારના નિવેદન યોગ્ય નથી. હુડાના નેતૃત્વમાં જ ૨૦૧૬માં પોકમાં આતંકવાદી અડ્ડાઓની સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. સાધ્વી પ્રજ્ઞાએ મુંબઈમાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેના સંદર્ભમાં નિવેદન આપતા કહ્યું હતું કે હેમંત કરકરે જ્યારે માલેગાંવ બ્લાસ્ટની તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમના ઉપર ખૂબ અત્યાચાર કરાયો હતો. પ્રજ્ઞા ઠાકુર હાલમાં જામીન ઉપર છે. ભોપાલ સીટ ઉપરથી ચુંટણી મેદાનમાં ઉતર્યા બાદથી તેમના દ્વારા જોરદાર આક્રમક નિવેદનબાજી કરવામાં આવી રહી છે. જેથી ચુંટણી પંચ વતી તેમની સામે કાર્યવાહી કરાઈ રહી છે.

(12:00 am IST)