Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

રાષ્ટ્રીય સ્તરે યૌન અપરાધીઓના ડેટા એકત્રિત કરાશે

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ડેટા -અંહીતી રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપશે

નવી દિલ્હી :કેંદ્રીય કેબિનેટના ક્રિમિનલ લો સંશોધન અધ્યાદેશ 2018ની મંજુરી સાથે કેન્દ્રીય કેબિનેટે જણાવ્યું છે કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો રાષ્ટ્રીય સ્તરે યૌન અપરાધીઓના ડેટા એકત્રિત કરશે. આ માહિતી નિયમિત રૂપે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વહેંચવામાં આવશે. આવા ડેટાબેઝ બનાવીને આવા યૌન અપરાધીઓનું નિરીક્ષણ કરવા માટે ભારત નવમું દેશ હશે.

  હ્યુમન રાઇટ્સ વોચ (HRW) અને એસીયુએલ જેવી ઘણી સંસ્થાઓ યૌન અપરાધીઓના રજીસ્ટ્રેશનનો વિરોધ કરી રહ્યા છે. તેઓ દાવો કરે છે કે આ પુનર્વાસના સિદ્ધાંતની વિરુદ્ધ છે. યુ.એસ સરકારી આંકડા દર્શાવે છે કે બાળકો સામે યૌન અપરાધાઓના મોટાભાગનાં કેસમાં, પરિવારના લોકો અથવા નજીકના સંબંધીઓ જ શામેલ છે.

(5:55 pm IST)