Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

અમેરિકામાં થયો વધુ એક ભયંકર ગોળીબાર : રવિવારની વેહલી સવારે

અમેરિકા - ટેનેસીના નેશવિલ પાસે વેફ્લ હાઉસમાં નગ્ન બંદુકધારીએ કર્યો અંધાધુંધ ગોળીબાર : ૩નાં મોત - ૪ ઘાયલ : હુમલાખોર ફરાર : પોલીસે કરી નાકાબંદી

નેશવિલ : અમેરિકા - ટેનેસીના નેશવિલની ભાગોળે આવેલા ઍન્ટિઓકના એક વેફલ હાઉસમાં એક નગ્ન બંદુકધારીએ અંધાધુંધ ગોળીબાર કરતા, ઘટના સ્થળ પરજ ૩ લોકોના અરેરાટીભર્યા મોત થયા છે અને અન્ય ૪ લોકોને ગંભીર ઈજાઓ પહોચી છે તેમ સ્થાનીક પોલીસના હવાલાથી જાણવા મળે છે.

સ્થાનિક પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વેફલ હાઉસમાં નાસ્તો કરવા આવેલ એક બહાદુર  વ્યક્તિએ આ બંદુકધારી સાથે બાથ ભીડી હતી અને તેની બંદુક આંચકી લીધી હતી પણ આ અજાણ્યો હુમલાખોર દોડીને ભાગી જવામાં સફળ રહ્યો હતો.

તે હજુ સ્પષ્ટ થયું નથી કે આ હુમલાખોર કેમ નગ્નઅવસ્થામાં હતો, કે ગોળીબારમાં કયા પ્રકારના શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંદી કરી છે અને આ અજાણ્યા નગ્ન હુમલાખોરની જોરશોરથી તપાસ ચાલી રહ્યું હોવાનું જાણવા મળે છે.

 

(4:57 pm IST)