Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

કોંગ્રેસ ભલે દેશના મુખ્‍ય ન્‍યાયધિશ વિરૂધ્‍ધ મહાભિયોગ પ્રસ્‍તાવ લાવી પરંતુ ઓડીશા કોંગ્રેસમાં નારાજગી જોવા મળે છે

ભુવનેશ્વરઃ કોંગ્રેસ પાર્ટી ભલે દેશના મુખ્ય ન્યાયાધીશની વિરૂદ્ધ મહાભિયોગ લાવવા માટે પૂરું જોર લગાવી રહી છે, પરંતુ ઓડિશામાં તેનું જ યુનિટ આ પગલાંથી ખૂબ જ પરેશાન છે. રાજ્યમાં આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે અને દીપક મિશ્રાના ઉડિયા મૂળના હોવાથી મહાભિયોગ એક મુદ્દો બની શકે છે, જે કોંગ્રેસ પર ભારે પડી શકે છે. કોંગ્રેસે એક દિવસ પહેલાં જ રાજ્યમાં નેતૃત્વને લઇ ચાલી રહેલ અનિશ્ચિતતાઓને ખત્મ કરવાની કોશિષ કરવા નવા પદાધિકારીઓની જાહેરાત કરી છે. આ બધાની વચ્ચે પાર્ટીના આ પગલાંથી તેનેઓડિશાના દીકરાવિરૂદ્ધ દેખાડી શકે છે.

બીજેડી અને ભાજપે મહાભિયોગનો વિરોધ કરતાં જસ્ટિસ મિશ્રાના પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું છે. કોંગ્રેસના કેટલાંય રાજ્ય સ્તરના નેતાઓએ કહ્યું કે તેમનું આ પગલું રાજ્યમાં પાર્ટીને અલગ-થલગ કરવાની સ્થિતિમાં લેવાયું છે કારણ કે ઓડિશાના લોકો જસ્ટિસ મિશ્રાને ચીફ જસ્ટિસ બનવા માટે પ્રેરક માને છે. કોંગ્રેસના એક લીડરે કહ્યું કે કોઇપણ ઉડિયા એ નહીં જોઇ શકે કે ઓડિશાના કોઇ રાજકીય દળ અહીંના કોઇ મૂળ નિવાસીની વિરૂદ્ધ જાય.

જો કે કોંગ્રેસના સીનીયર લીડર અને પૂર્વ કાયદા મંત્રી નરસિંહ મિશ્રાએ કહ્યું કે આ પગલાંને રાજકીય રીતે જોવું જોઇએ નહીં. જો ચીફ જસ્ટિસની વિરૂદ્ધ ડોક્યુમેન્ટસ છે તો તેનો કોઇ માત્ર એ આધાર પર વિરોધ ના કરી શકે કે તેઓ ઓડિશાના છે. આ બધાની વચ્ચે રાજ્યમાં કોંગ્રેસને પછાડી બીજેડી (બીજુ જનતા દળ)ના મુકાબલે મુખ્ય વિપક્ષ દળ બનેલ ભાજપાએ મહાભિયોગના પ્રસ્તાવનેએન્ટી-ઓડિશાગણાવ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાને ઉડિયામાં લખેલ કેટલાંય ટ્વીટસમાં કહ્યું, ‘હંમેશાથી ઓરિસ્સો વિરોધી રહેનાર કોંગ્રેસ હવે રાજ્યના સફળ વ્યક્તિ જસ્ટિસ દીપક મિશ્રાની વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લઇ આવ્યા છે. કેન્દ્રમાં પોતાની સત્તા દરમ્યાન કોંગ્રેસે કયારેય ઓડિશાની સાથે ન્યાય કર્યો નથી. આ પગલું કોંગ્રેસની ઓડિશા વિરોધી વિચારને દર્શાવે છે.’

ચીફ જસ્ટિસ ઉડિયા મૂળના હોવાથી રાજ્યની સત્તાધારી પાર્ટી બીજેડીએ કોંગ્રેસના પ્રસ્તાવથી છેડો ફાડી દેતા તેને રાજકીય મુદ્દો ગણાવ્યો છે. લોકસભામાં બીજેડીના સંસદીય દળના નેત ભર્તુહરિ મહતાબે કહ્યું કે કોંગ્રેસે આટલા નીચલા સ્તર સુધી જઇ ન્યાયપાલિકાને પડકારવી જોઇએ નહીં. કેટલાંય રાજકીય ઉદ્દેશ્યોના લીધે આ પગલું તેને ઉઠાવ્યું છે. સીજેઆઇની વિરૂદ્ધ લગાવેલા આરોપ ઘણા સમય પહેલાં જ ઉકેલાઇ ગયા છે. તેમાં કોઇ પણ સચ્ચાઇ નથી.’ રાજ્યનો માહોલ જોઇને સમજી શકાય છે કે વકીલોએ જસ્ટિસ મિશ્રાના પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કરતાં કોંગ્રેસના આ પગલાંની આલોચના કરી છે.

(4:37 pm IST)