Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

કોહલીની બ્રાન્‍ડ વેલ્‍યુમાં મોટા ઘટાડો, રણવીર ટોચના સ્‍થાને પહોંચી ગયો

સેલિબ્રિટી બ્રાન્‍ડ વેલ્‍યુએશન રિપોર્ટમાં ધોની છઠ્ઠા અને સચિન આઠમાં સ્‍થાને

નવી દિલ્‍હીઃ વિરાટ કોહલીને મોટો ઝટકો લાગ્‍યો છે.  સલાહકાર ફર્મ ક્રોલ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટના આધારે કોહલીની બ્રાન્‍ડ વેલ્‍યુમાં ઘટાડો જોવા મળ્‍યો છે. વર્ષ ૨૦૨૧માં જયાં કોહલીની બ્રાન્‍ડ વેલ્‍યુ ૧૮૫.૭ મિલિયન યુએસ ડોલર હતી તે હવે ઘટીને  ૧૭૬.૯ મિલિયન યૂએઈ ડોલર પર આવી ગઈ છે. હવે વિરાટ કોહલીની જગ્‍યાએ બોલિવૂડ એક્‍ટર રણવીર સિંહ આ મામલે પ્રથમ સ્‍થાને આવી ગયો છે.  સેલિબ્રિટી બ્રાન્‍ડ વેલ્‍યુએશન રિપોર્ટ ૨૦૨૨ અનુસાર, રણવીર સિંહની બ્રાન્‍ડ વેલ્‍યુ હવે વધીને ૧૮૧.૭ મિલિયન યૂએસ ડોલર થઈ ગઈ છે. જણાવી દઈએ કે વિરાટ  છેલ્લા ૫ વર્ષથી આ લિસ્‍ટમાં પ્રથમ સ્‍થાને છે. કેપ્‍ટનશિપને અલવિદા કહ્યા બાદથી વિરાટ કોહલીની બ્રાન્‍ડ વેલ્‍યુમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૦માં જ્‍યાં કોહલીની બ્રાન્‍ડ વેલ્‍યુ ૨૩૭ મિલિયન યુએસ ડોલર હતી, તે વર્ષ ૨૦૨૧માં ઘટીને ૧૮૫.૭ મિલિયન યુએસ ડોલર થઈ ગઈ છે. સેલિબ્રિટી બ્રાન્‍ડ વેલ્‍યુએશન રિપોર્ટ ૨૦૨૨માં ટોપ-૧૦ ભારતીયોના નામ જોવામાં આવે તો ભૂતપૂર્વ ભારતીય કેપ્‍ટન મહેન્‍દ્ર સિંહ ધોની છઠ્ઠા સ્‍થાને છે, જેની કુલ બ્રાન્‍ડ વેલ્‍યુ ૮૦.૩ મિલિયન યૂએસ ડોલર અંદાજવામાં આવી છે. જ્‍યારે આ યાદીમાં પૂર્વ મહાન બેટ્‍સમેન સચિન તેંડુલકર ૮મા સ્‍થાને છે, જેની બ્રાન્‍ડ વેલ્‍યુ ૭.૩૬ કરોડ આંકવામાં આવી છે.

(3:18 pm IST)