Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

બિહારમાં મહાગઠબંધમાં કન્હૈયા કુમારને સ્થાન નહિ : બેગુસરાયથી લડવા સીપીઆઇ મક્કમ

કન્હૈયાની ટિકિટ કાપવામાં તેજસ્વીનો હાથ હોવાની ચર્ચા : સીપીઆઈ હવે મધુબની, મોતિહારી અને ખગડિયાથી પણ ઉમેદવાર ઉતારશે !!

બિહારમાં મહાગઠબંધને સીટોની વહેચણી કરી હતી.જે મુજબ લોકસભાની 40 સીટોમાંથી 20 ઉપર આરજેડી લડશે અને કોંગ્રેસ 9 સીટો લડશે.બીજી અન્યો પક્ષોને ફાળવાઈ છે ત્યારે  છાત્ર રાજનીતિથી લોકસભા ચૂંટણી લડવા ઇચ્છુક  કન્હૈયા કુમારને મહાગઠબંધમાં સ્થાન અપાયું નથી કન્હૈયાની ટિકિટ કાપવામાં તેજસ્વી યાદવનો હાથ હોવાની ચર્ચા છે અગાઉ એમ મનાતું હતું કે કન્હૈયા કુમાર બિહારની બેગૂસરાયથી મહાગઠબંધનનો ઉમેદવાર બનશે. કન્હૈયાએ પણ કહ્યું હતું કે તે બેગૂસરાયથી ચૂંટણી લડશે.

 

    જોકે સીટોની વહેંચણીમાં કન્હૈયાકુમારને સાથ મળ્યો નથી બેગૂસરાય સીટ આરજેડીના ભાગમાં આવી છે અને આરજેડી પોતાના કોટામાંથી એક સીટ પહેલા સીપીઆઈ (એમ)ને આપી ચૂક્યું છે. સીપીઆઈએ પહેલા જાહેરાત કરી હતી કે તેને બિહારમાં 3 થી 4 સીટો જોશે. જોકે સીટોની વહેંચણીમાં સીપીઆઈને નજર અંદાજ કરવામાં આવી છે.

   સીપીઆઈના રાજ્ય સચિવ નારાયણ સિંહે કહ્યું છે કે મહાગઠબંધને અમારી સાથે દગો કર્યો છે. એક વર્ષ પહેલા ગઠબંધનનો વાયદો કર્યો હતો. હું લાલુ યાદવને ત્રણ વખત મળ્યો હતો અને તેમની સાથે ફોન ઉપર વાતચીત થઈ હતી. તેજસ્વી સાથે પણ વાતચીત થઈ હતી. તેમણે ગઠબંધનનું આશ્વાસન આપ્યું હતું.
  
નારાયણ સિંહે કહ્યું હતું કે તેમની પાર્ટી બેગૂસરાયથી ચૂંટણી લડવા માંગે છે. કન્હૈયા અને સીપીઆઈ ગઠબંધન કે ગઠબંધન વગર તૈયાર છે. તેમણે ભલે અમને બહાર કરી દીધા હોય પણ બેગૂસરાયથી લડીશું. અમારી તૈયારીઓ પૂરી છે. સીપીઆઈ હવે મધુબની, મોતિહારી અને ખગડિયાથી પણ ઉમેદવાર ઉતારી શકે છે.

(1:10 am IST)