Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સ્મૃતિને અમેઠીથી, હેમા માલિનીને મથુરાથી, પૂનમ મહાજનને મુંબઈ નોર્થ સેન્ટ્રલથી મેદાનમાં ઉતાર્યા

બીજેપીની પ્રથમ લિસ્ટમાં ૨૦થી વધુ મહિલાઓને મળી ટિકિટ

નવી દિલ્હી તા. ૨૨ : લોકસભા ચૂંટણી માટે જાહેર બીજેપી પ્રથમ ૧૮૪ નામોની ઘોષણા કરવામાં આવી છે. આ લિસ્ટમાં કુલ ૨૧ મહિલાઓ પર પક્ષે વિશ્વાસ વ્યકત કર્યો છે.

તેમાં હાઈપ્રોફાઈલ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને અમેઠીથી, હેમામાલિનીને મથુરાથી, ગોપીનાથ મુંડેની નાની પુત્રી પ્રીતમ ગોપીનાથ મુંડેને બીડથી તેમજ પૂનમ મહાજનને મુંબઈ નોર્થ સેન્ટ્રલથી ટિકિટ આપવામાં આવી છે.

પ્રથમ લિસ્ટમાં જ સંઘ મિત્રા મોર્યાને બદાયુંથી, રક્ષા નિખિલ ખડસેને રવેરથી, કવિન ઓઝાને ગોવાહાટીથી, રેણુકા સિંહને સરગુજાથી ટિકિટ મળી છે. તેલંગાણાના મહેબૂબ નગરના ડીકે અરુણાને ગોમતી સાંઈને રાયગઢથી, ટેહરી ગઢવાલથી માલા રાજલક્ષ્મીને, રાજગંજથી દેબોશ્રી ચૌધરીને માલદા દક્ષિણથી શ્રી રૂપ મિત્રા ચૌધરીને, હુગલીથી લોકેટ ચેટર્જીને અને ઘાટલથી ભારતી ઘોષને ટિકિટ આપવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુરા કાર્યકાળમાં બેટી બચાવો બેટી પઢાઓની મુહિમ ચલાવતા આવ્યા છે. તેઓ વારંવાર દેશની બેટીઓને આગળ વધારવાનો મોકો આપવાની વાત કરતા આવ્યા છે.તેના કેબિનેટમાં મહિલા મંત્રીઓને આપવામાં આવેલી જવાબદારી પણ મહિલાઓને આગળ વધારવા સાબિત થતી જોવા મળી રહી છે.

(3:48 pm IST)