Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ચીનના યાંચેંગ શહેરમાં કેમિકલ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ: 44 લોકોના મોત :32 ઘાયલ : બ્લાસ્ટથી ઇમારત ધરાશાયી

રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલુ ;અફરાતફરીનો માહોલ

ચીનના યાંચેંગ શહેરમાં આવેલા કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થવાના કારણે 44 જેટલા લોકોના મોત નિપજ્યા છે અને 32 લોકો ઘાયલ થયા છે. જેમાથી અનેક લોકો એવા છે જેમની હાલત અતિ ગંભીર છે. જ્યારે  વિસ્ફોટ બાદ 12થી વધુ લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે

  . અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે થયેલા બ્લાસ્ટ  બાદ અફરા-તફરી મચી હતી. બ્લાસ્ટના કારણે પ્લાન્ટની ઈમારત ધરાશાયી થઈ હતી.
વિસ્ફોટની ઘટનાને નજરે જોનારાએ જણાવ્યુ હતુ કે, બ્લાસ્ટ બાદ અનેક કર્મચારીઓ પ્લાન્ટની બહાર ભાગતા નજરે પડ્યા હતા.
   અત્રે ઉલ્લેખનીય છે કે  આ પહેલા જુલાઈ, 2018માં શિહુઆન પ્રોર્વિસ કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. જેમા 19 જેટલા લોકોના મોત અને 12 લોકો ઘાયલ થયા હતા. 2015માં પણ ટિયાનજિન શહેરન કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ  થયો હતો. જેમા 165 લોકોના મોત થયા હતા.

(12:29 pm IST)