Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

લોકસભા ચૂંટણી માટે ભાજપના 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર

પીએમ મોદી,અમિતભાઇ શાહ,સ્મૃતિ ઈરાની,હેમામાલિની મેદાનમાં ઉતારશે :રાજનાથસિંહ,નીતિન ગડકરી,યોગી સહિતના પ્રચાર કરશે

નવી દિલ્હી :ભાજપે લોકસભાની ચૂંટણી માટે 184 ઉમેદવારની યાદી જાહેર કરી છે. આ સાથે ભાજપે 40 જેટલા  સ્ટાર ચૂંટણી પ્રચારકના નામ પણ જાહેર કર્યા છે. જેમા વડાપ્રધાન મોદી,ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અને મથુરા બેઠકથી ભાજપના સાંસદ હેમા માલિની પણ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે.

ભાજપે પોતાના સ્ટાર પ્રચારકની એક યાદી ચૂંટણી પંચને પણ સોંપી છે. ભાજપની યાદીમાં કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ, નીતિન ગડકરી. સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર, ધર્મેન્દ્ર પ્રધાન, યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રી  પ્રવક્તા સંબિત પાત્રાને પણ સ્થાન મળ્યુ છે.

(12:15 pm IST)