Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

કર્ણાટકના ધારવાડ જિલ્લામાં નવનિર્મિત ઈમારત ધરાશયી:14 લોકોના મોત : 12 લોકો હજુ લાપતા

ત્રણ માળની ઈમારતમાં બીજા માળે 60 જેટલી દુકાન હતી. દુકાનમાં 150 લોકો હાજર હતા!!

કર્ણાટકના ધાકવાડમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતા 14 લોકોના મોત થયાછે  જ્યારે  બે લોકોને  કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ હજી ત્રણ જેટલા લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

     એનડીઆરએફની ટીમે ગુરૂવારે ઈમરાતના કાટમાળમાંથી ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા હતા. ધાકવાડમાં આ ઈમરાનુ કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યુ હતુ. ત્રણ માળની ઈમારતમાં બીજા માળે 60 જેટલી દુકાન હતી. દુકાનમાં 150 લોકો હાજર હતા.  જે દરમ્યાન આ ઈમારત ધરાશાયી થઈ હતી. જે બાદ એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી હતી.

   કર્ણાટકના ધારવાડ જિલ્લાના કુમારેશ્વર નગરમાં એક અન્ડરકન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. આ બિલ્ડીંગ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે 80 લોકો દટાયા હોવાની આશંકા છે. હાલમાં ઘટના સ્થળે રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. આ ઇમારત જિલ્લાનું પાંચમું સૌથી મોટું બિલ્ડીંગ હતું. એવી શંકા છે કે કાટમાળમાં 80 લોકો દટાયા છે, એવી ચર્ચા છે કે નબળી બાંધકામ ક્વોલિટીના કારણે જ ઇમારત ધરાશાયી થઈ હોવાની શક્યતા છે.

(12:07 pm IST)