Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સબસીડી પહોંચી ૩૭૦૦૦ કરોડ

૫ લાખથી વધુ આવકવાળાને LPG સબસીડી બંધ કરવા તૈયારી

આ સિવાય દર વર્ષે સબસીડીવાળા સિલિન્ડરની સંખ્યા ૧૨થી ઘટાડી ૭ થી ૮ કરવા પણ વિચારણા

નવી દિલ્હી તા. ૨૨ : પેટ્રોલિયમ પદાર્થો પર અપાતી સબસીડી ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન ૩૭ હજાર કરોડ રૂપિયાની પાર પહોંચતી જોવા મળી રહી છે. જો ચાર વર્ષમાં સૌથી વધુ રહેશે. તેને જોઈને સરકાર સબસીડીને વ્યવહારિક બનાવાની એક યોજના પર વિચાર કરી રહી છે. જેના હેઠળ ૫ લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોને રસોઈ ગેસ પર સબસીડી મળશે નહી. હાલમાં ૧૦ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોને સબસીડી આપવામાં આવે છે. આ વ્યવસ્થા ૨૦૧૬થી ચાલી રહી છે. એલપીજી સબસીડી ઘટાડવા માટે નાણા અને પેટ્રોલિયમ મંત્રાલય વિભિન્ન વિકલ્પો પર વિચાર કરી રહયા છે. જેમાં ૫ લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોને સબસીડીના દાયરામાથી બહાર રાખવું એ પણ સામેલ છે.

આ ઉપરાંત દર વર્ષે સબસિડીવાળા સિલિન્ડરો વાળા સિલિન્ડરોની સંખ્યા ૧૨ થી ઘટાડીને ૭ અથવા ૮ કરવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. તેના માટે સરકારે કેટલાક જિલ્લામાં ક્ષેત્રીય પરિવહન કાર્યાલયોને કારોની અરજીની માહિતી એકત્રિત કરવામા આવી છે.ઙ્ગલોકસભા ચૂંટણી બાદ બનતી નવી સરકારને એલપીજી સબસીડી ઘટાડવાનો નિર્ણય લેવો પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ, નાણાંમંત્રાલયે એલપીજી સબસિડી યોજનાને વ્યવહારિક બનાવા માટે પેટ્રોલિયમ મંત્રાલય પાસેથી મંતવ્યો માંગ્યા છે. તેમાં આવક મર્યાદામાં ઘટાડો પણ સામેલ છે.નવી સરકારને આ મુદ્દા પર નિર્ણય લેવો પડશે કારણકે એલપીજી સબસીડી સતત વધી રહી છે.

ફેબ્રુઆરીમાં આવેલા આંતરિક અંદાજના જણાવ્યા મુજબ ૨૦૧૮-૧૯માં પેટ્રોલિયમ સબસીડી અંદાજે ૩૭,૦૦૨ કરોડ રૂપિયા રહી શકે છે. તેમાં ૩૧,૧૬૯ કરોડ રૂપિયા એલપીજી સબસીડી અને ૫,૮૫૩ કરોડ રૂપિયા કેરોસીન સબસિડીના હશે.(૨૧.૧૧)

(11:31 am IST)