Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

જો ફરી મોદી સરકાર રચાશે

-તો અમિત શાહને મળશે ગૃહ મંત્રાલય

મોદી સરકારમાં નંબર-ર નું સ્થાન લઇ શકે છે

નવી દિલ્હી તા. રર :.. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ગુરૂવારે પોતાના ઉમેદવારોનું પહેલું લીસ્ટ જાહેર કર્યુ હતું. આ લીસ્ટમાં સૌથી ચોંકાવનારી જાહેરાત  ગાંધીનગર બેઠક પર અમિત શાહનું નામ આ બેઠક પર ભાજપાના વેટરન લીડર લાલકૃષ્ણ અડવાણી ઘણી વાર જીતી ચુકયા છે. વિરોધ પક્ષોના મુદો લઇને ભાજપા પર હૂમલો કરતા આક્ષેપો કરી રહ્યા છે કે મોદી અને તેમનો પક્ષ બુઝર્ગ અડવાણીનું અપમાન કરી રહ્યા છે.ભાજપાના લીસ્ટમાં ૧૮૪ ઉમેદવારોના નામ છે. પક્ષ વતી આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડાએ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. નામની જાહેરાતથી ફરી એકવાર સાબીત થયું કે ભાજપા પર અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો દબદબો ચાલુ છે. જયારે, અડવાણી નામ કપાવું ઘણા બધા રાજકીય નિષ્ણાતો માટે આશ્ચર્ય કારક છે. ખરેખર તો અડવાણીને આ પક્ષનો પાયો મુકનાર નેતાઓમાં ગણવામાં આવે છે. તેઓ ૬ વખત ગાંધીનગરથી સંસદ સભ્ય રહી ચુકયા છે. પહેલી વાર તેઓ ૧૯૯૧ માં જીત્યા હતાં.

૧૯૯૬ માં ભુતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીએ આ બેઠકનું પ્રતિનીધિત્વ કર્યુ હતું. પછી ૧૯૯૮ થી અડવાણી જ સતત આ બેઠક જીતતા રહ્યા હતાં. અડવાણીને ગાંધીનગર બેઠક પરથી ન ઉતારવાના નિર્ણય થી મુરલી મનોહર જોષી અને બીજા કેટલાક  બુઝર્ગ નેતાઓને ચૂંટણી લડાવવા અંગેની શંકાઓ મજબુત થઇ છે.

અડવાણી  ૯૧ વર્ષના છે, જો કે તેમની તબીયત બીલકુલ સારી છે. એક અંગ્રેજી અખબારે સુત્રોના હવાલાથી દાવો કર્યો છે કે અડવાણી ફરીથી ચૂંટણી લડવા તૈયાર હતાં. બીજી તરફ, રાજકીય નિષ્ણાતો માને છે કે શાહને ગાંધીનગર બેઠક પરથી ઉતારવા એક ભાવિ સંકેત છે. કેટલાક નિષ્ણાતો તો હવે પ૪ વર્ષના શાહને ૬૮ વર્ષના મોદીના ઉતરાધિકારી તરીકે જોઇ રહ્યા છે. ભાજપાના ઘણા નેતાઓ માને છે કે જો મોદી ફરી સત્તા  પર આવશે તો શાહને બહુ મોટુ મંત્રાલય મળી શકે છે. ટેલીગ્રાફ અખબારને એક ભાજપા નેતાએ કહયું હતું કે, શાહ ગૃહપ્રધાન બની શકે છે. ઉલ્લેખનીય છે કે અત્યારે રાજનાથસિંહ ગૃહપ્રધાન છે અને ઓફીશ્યલ સરકારમાં નંબર બે તરીકે ગણાય છે.

(11:30 am IST)