Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

મોટાભાગના ચોકીદારો ગરીબી રેખા હેઠળ જીવે છે :તેઓને ભાષણ આપવા કરતા ,દશા સુધારવી જોઈએ :શત્રુઘનસિંહા

ચોકીદારોના આંકડા 25 લાખ અંગે પણ ઉઠાવ્યા સવાલ :કહ્યું ખબર નથી આ આંકડાનો આધાર શું છે

 

નવી દિલ્હી :ફિલ્મ અભિનેતા અને ભાજપના સાંસદ શત્રુઘનસિંહા હંમેશા ભાજપ અને વડાપ્રધાન પર કટાક્ષ કરતા રહે છે ત્યારે હોળી પર્વે વડાપ્રધાન મોદીને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવા સાથે મેં ભી ચોકીદાર અભિયાન સંદર્ભે પણ પીએમને ટોણો માર્યો છે અને ટ્વીટ કરીને કહ્યું છે કે મહત્તમ ચોકીદારો ગરીબી રેખા હેઠળ નીચે જીવી રહ્યા છે. તેમને ભાષણ આપવા કરતા મહત્વનું છે કે તેમની દશા સુધારવી જોઇએ.

    સિન્હાએ ટ્વિટ કરતાં જણાંવ્યું કે સરજી, તમને હોળીની શુત્રકામનાઓ, ફરી એક વખત હું વિનમ્રતા સાથે પરંતુ દ્રઢતાપૂર્વક યાદ અપાવવા માંગું છું કે,#ચોકીદાર અભિયાનમાં ફસાતા નહિં. તમે ચોકીદાર પર વધુ રક્ષણાત્મક છો, બાબતો દેશને અનુત્તરિત પ્રશ્નો અને રાફેલ ડીલની એટલી વધારે યાદ અપાવશે. જેનાં વિશે લોકો જાણવા માટે આતુર છે.

   શત્રુઘ્ન સિન્હાએ આગળ લખ્યું છે કે, સર અચાનક તમે ઉપેક્ષાપુર્ણ મૂડમાં દેશનાં ચોકીદારોને સંબોધિત કર્યા. તથાકથિત 25 લાખખબર નથી કે આંકડાનો આધાર શું છે? 21 લાખ કેમ નહિં,2.5 લાખ કેમ નહિં? બની શકે કે મારી વાત લોકો અને ચોકીદારનાં ગળે ઉતરે નહિં, તેમની સ્થિતી સારી નથી. તેમાંથી મહત્તમ ચોકીદારો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.

   સિન્હાએ આગળ જણાંવ્યું કે,જો કે તમે વર્તમાનમાં દેશનાં પ્રધાનમંત્રી છો તેથી હું અત્યારે પણ તમારી સાથે છું. ઠિક છે, તમને ઘણો પ્રેમ અને શુભકામનાઓ.તમારી હોળી રંગબેરંગી બની રહે અને તમારા માધ્યમથી પુરા દેશની હોળી રંહભરી રહે તેવી શુભેચ્છા..જય હિંદ.

 

(12:00 am IST)