Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

યુપીમાં પાર્ટી ઓફિસમાં હોળી રમી રહેલા ભાજપના ધરાસભ્ય પર ગોળીબાર

કોઈ બાબતે વિવાદ થતા આરોપીએ ધારાસભ્ય પર ગોળી ચલાવી :હોસ્પિટલમાં સુરક્ષા વધારી

લખનઉઃ ઉત્તર પ્રદેશની લખીમપુર સદર સીટથી ભાજપ પાર્ટીના ધારાસભ્ય યોગેશ વર્મા પર હોળી રમતી વખતે ગોળીબાર થયો હતો  યોગેશ વર્મા જે સમયે પાર્ટી ઓફિસમાં હોળી રમી રહ્યા હતા ત્યારે તેમના પગ પર કોઈએ ગોળી મારી હતી. જે બાદ તેમને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. એસપી લખીમપુર પૂનમે જણાવ્યું કે વર્માના પગમાં ગોળી લાગી છે. હોસ્પિટલમાં તેમનો ઈલાજ થઈ રહ્યો છે

યોગેશ વર્મા લખીમપુર સદરથી ભાજપના ધારાસભ્ય છે. ઘટના બપોર બાદ બની, જ્યારે પાર્ટી ઑફિસમાં હોળીનું જશ્ન ચાલી રહ્યું હતું. ગોળી કોણે ચલાવી તે અંગે હજુ સુધી માલુમ નથી પડ્યું. ધારાસભ્ય તુલસી હોસ્પિટલમાં દાખલ છે, પોલીસે આ મામલે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ અધીક્ષક પૂનમે હોસ્પિટલની સુરક્ષા વધારી દીધી છે. ડીએમ એસપી સહિત કેટલાય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

 

લખીમપુરના ડીએમ એસ સિંહે જણાવ્યું કે કેટલાક લોકો સાથે ધારાસભ્ય યોગેશ વર્મા વાતચીત કરી રહ્યા હતા, ત્યારે જ કોઈ જોડે તેમનો વિવાદ થયો અને વાત એટલી આગળ નીકળી ગઈ કે આરોપીએ ધારાસભ્ય પર ગોળી ચલાવી દીધી. ધારાસભ્યની હાલત ખતરાથી બહાર છે પરંતુ સદમામાં હોવાથી તેઓ નિવેદન નથી આપી શકતા.

(12:00 am IST)