Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ભાજપે અરૂણાચલ પ્રદેશ ધારાસભાની ચૂંટણીની બીજી તથા સિક્કીમની ચૂંટણી માટે પહેલી યાદી બહાર પાડી

ભાજપે લોકસભા સાથે યોજાનારા અરૂણાચલ પ્રદેશ અને સિક્કીમ ધારાસભાની ચૂંટણીઓ માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે અરૂણાચલ માટે અગાઉ ૫૪ ઉમેદવારો જાહેર કરેલ જયારે બીજી યાદીમાં વધુ ૬ નામ જાહેર કર્યા છે. જયારે સિક્કીમની ચૂંટણીની પહેલી યાદીમાં ૧૨ ઉમેદવારો જાહેર કરાયા છે. લોક સભાની સાથે ૧૧ એપ્રીલે બંન્ને રાજ્યોની ધારાસભાનું મતદાન યોજાનાર છે.

 

 

(9:09 am IST)