Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

યુ.એસ.સર્કિટ જજ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિઓમી રાવનો સોગંદવિધિ સંપન્ન : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ હાજરી આપી

વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન લોયર સુશ્રી નિઓમી રાવનો સોગંદવિધિ મંગળવારે કરાયો હતો.આ પ્રસંગે તેમણે બાઇબલ ઉપર હાથ રાખી ગુપ્તતાના સોગંદ લીધા હતા.સોગંદવિધિ સમયે તેમના પતિ પણ હાજર હતા.તેમજ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે સુશ્રી નિઓમી રાવની પ્રેસિડન્ટ ટ્રમ્પએ કોલંબિયા સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં ગયા વર્ષે નવેમ્બર માસમાં કરેલી નિમણૂકને સેનેટએ 53 વિરુધ્ધ 46 મતોથી બહાલી આપી દીધી હતી.

(12:47 pm IST)