Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

હવે ઘરેલુ પ્રકૃતિક ગેસની કિંમત વધશે :સીએનજી વીજળી અને યુરિયાના ભાવ પણ વધવાના એંધાણ

 

નવી દિલ્હી ;હવે ઘરેલુ ગેસની કિંમત વધશે આગામી સપ્તાહે ભાવમાં વધારો ઝીકાય તેવી ધારણા છેએ બે વર્ષના સૌથી ઊંચા સ્તર પર હશે. ભાવ વધારાને કારણે સીએનજી, વીજળી અને યુરિયા ઉત્પાદનની કિંમત પણ વધી જશે.

   સૂત્રોએ જણાવ્યું કે, ઘરેલુ ફીલ્ડ્સથી ઉત્પાદિત પ્રાકૃતિક ગેસની કિંમત 1 એપ્રિલથી 3.06 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ થઈ જશે, કે જે હાલમાં 2.89 ડોલર છે.

પ્  રાકૃતિક ગેસની કિંમત, ગેસ સરપ્લસ દેશો અમેરિકા, રશિયા અને કનાડાના સરેરાશ મૂલ્યના આધાર પર દર મહિને નક્કી કરવામાં આવે છે. ભારત અડધો ગેસ વિદેશોથી આયાત કરે છે, જેની કિંમત ઘરેલુ દરથી બેગણાથી પણ વધુ છે.

3.06 ડોલર પ્રતિ એમએમબીટીયુ દર 1 એપ્રિલથી 6 મહિના સુધી રહેશે. દર એપ્રિલ-ડિસેમ્બર 2016 પછીનો સૌથી વધુ હશે. સમયે પણ આટલી કિંમત રાખવામાં આવી હતી.

કિમત વધવાથી ગેસ ઉત્પાદક ઓએનજીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની આવક વધશે, પરંતુ પીએનજી અને સીએની કિમત વધી જશે, જેમાં પ્રાકૃતિક ગેસનો ઉપયોગ ઈનપુટ તરીકે થાય છે. તેનાથી યુરિયા અને વીજળી ઉત્પાદનની કિંમત પણ વધી જશે.

 

(12:04 am IST)