Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

લોકસભામાં વિપક્ષનો હંગામો યથાવત :કાર્યવાહી સ્થગિત

વાયઆરએસ અને એઆઈડીએમકેના સાંસદોએ વેલમાં આવી પ્લે કાર્ડ સાથે હંગામો મચાવ્યો.

નવી દિલ્હી :લોકસભામાં વિપક્ષ સતત ગંગામો કરી રહ્યાં છે વિપક્ષના હંગામાના કારણે લોકસભાની કાર્યવાહીને શુક્રવાર સુધી સ્થગિત કરી દેવાઈ છે સદનની કાર્યવાહી શરૂ થતાં વાયઆરએસ અને એઆઈડીએમકેના સાંસદોએ વેલમાં આવી પ્લે કાર્ડ સાથે હંગામો મચાવ્યો હતો હોબાળા વચ્ચે કેન્દ્રીય પ્રધાન અનંત કુમારે કહ્યુ કે, સરકાર લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ અને બેંકિગ માળખા અંગે ચર્ચા કરવા માટે તૈયાર છે
    લોકસભા અધ્યક્ષે કહ્યુ કે, સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ મળી છે. જેથી આ મામલે ચર્ચા થવી જોઈએ. તેમ છતાં સાંસદોનો હંગામો યથાવત રહેતા લોકસભાને શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

(9:02 pm IST)