Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ત્રીજી સીઝનમાં પણ તમને હસાવવા માટે ૧૪મી એપ્રિલથી ખીચડી નામનો કોમેડી શો ફરીથી નાના પડદે

મુંબઇઃ કોમેડી શો ખીચડીની ત્રીજી સીઝન દ્વારા તા.૧૪મી એપ્રિલથી દર્શકોને ખડખડાટ હસાવવા માટે આવી રહી છે. આ શો 2002માં શરૂ થયો હતો અને અત્યાર સુધી તેની બે સિઝન આવી ચૂકી છે. બન્ને સીઝન ખૂબ સફળ રહ્યાં હતાં. હવે તેની ત્રીજી સિઝન પણ તમને હસાવવા માટે ફરીથી કમબેક કરી રહી છે.

 

જોકે, શો આઈપીએલના સમયમાં શરૂ થઇ રહ્યો છે પરંતુ શોના નિર્માતાઓનું કહેવું છે કે આઈપીએલના કારણે શોને ફાયદો મળશે. જ્યારે પણ મેચમાં બ્રેક હોય અથવા મેચ કંટાળાજનક લાગે તો લોકો કોમેડી શો જોવું વધારે પસંદ કરશે. આથી શોને નવા દર્શકો મળશે.

શોની નવી સીરિઝમાં તમને જૂની સ્ટારકાસ્ટ જોવા મળશે. શોમાં અનંગ દેસાઈ, સુપ્રિયા પાઠક, વંદના પાઠક, રાજીવ મહેતા અને જે.ડી.મજિઠીયા પણ જોવા મળશે. ઉપરાંત રેણુકા શહાણે, રત્ના પાઠક શાહ અને દીપશિખા નાગપાલ પણ જોવા મળશે.

નોંધનીય છે કેખીચડીની પહેલી સીઝન 2002-2004 દરમિયાન, જ્યારે બીજી સીઝનઇન્સટન્ટ ખીચડી’ 2005થી 2006 દરમિયાન ટેલિકાસ્ટ થઈ હતી. પરથી હેટ્સ ઓફ પ્રોડક્શને 2010માં એક ફિલ્મ પણ બનાવી હતી. જેનું નામ હતુંખીચડી- મૂવી’. ફિલ્મને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

(5:25 pm IST)