Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

જો તમે ફેસબુક ઉપર તમારો ફોન નંબર રાખ્યો હોય તો તરત જ ડિલીટ કરી દેજોઃ ડેટા લીક સ્‍કેન્ડલના કારણે માર્ક ઝકરબર્ગે ભૂલ સ્વીકારી

નવી દિલ્‍હીઃ સોશ્યલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થવા અથવા ડેટામાં ઉપયોગ અયોગ્‍ય રીતે કરવાના બનાવો વારંવાર આવી રહ્યા છે ત્યારે ફેસબુક યુઝર્સના ડેટા લીક સ્‍કેન્‍ડલ અંગે માર્ક ઝકરબર્ગે પોતાની ભૂલ સ્‍વીકારી છે અને યુઝર્સની ખાનગી માહિતી જાળવી રાખવા માટે જુદા-જુદા પગલા લેવા જણાવ્યું છે અને ૭ માહિતીઓ ફેસબુક ઉપરથી હટાવી દેવા સૂચન કર્યું છે.

જો તમે ફેસબુક પર તમારો ફોન નંબર રાખ્યો હોય તો તરત ડિલીટ કરી દેવો જોઈએ. કારણકે કોઈ તમારા નંબરનો મિસયુઝ કરી શકે છે. જો કોઈ તમારો સંપર્ક કરવા ઈચ્છતું હોય તો તે મેસેંજર પર વાત કરી શકશે. પહેલા જ્યારે ફેસબુક પર રજિસ્ટ્રેશન કરાવવાનું હતું ત્યારે ફેસબુક ફોન નંબર માગતું હતું.

ફેસબુક પર જન્મતારીખની કોઈ જરૂર નથી. ડેટ ઓફ બર્થના ઉપયોગથી હેકર્સ ઘણા પ્રકારની માહિતી મેળવી શકે છે. માટે જન્મતારીખ હટાવી લેવી જોઈએ.

ઘણીવાર તમે પબ કે પાર્ટીમાં ગયા હોવ ત્યાં દારૂ પીતા ફોટા પડાવ્યા હોચ છે. જે ફેસબુક પર અપલોડ પણ કર્યા હોય છે. શું તમે જાણો છો કે પ્રાઈવસી સેટિંગને પણ હેક કરી શકાય છે. જો તમારા પરિવારમાંથી કોઈ પ્રકારની તસવીર જોવે તો તેમને ખરાબ લાગી શકે છે. ઉપરાંત કંપનીઓ પણ જોબ આપતાં પહેલા તમારી સોશિયલ એક્ટીવિટીઝ ચકાસે છે. એટલે આવી તસવીરો અપલોડ કરવાથી બચવું, જેથી તમારી છાપ ખરાબ પડે.

ઘણીવાર આપણે બહાર જઈએ છીએ ત્યારે આપણું લોકેશન શેર કરીએ છીએ. આમ કરવાથી તમે ક્યાં છો તેની જાણકારી મળે છે, જેનો કોઈ ખોટો ઉપયોગ કરી શકે છે. એરપોર્ટ અને ફરવા ગયા હોવ ત્યારેની તસવીરો અપલોડ કરવાનું ટાળવું. એવું બની શકે કે તમારી ગેરહાજરીમાં કોઈ ચોર તમારા ઘરે ચોરી કરી જાય.

એવું ઘણીવાર જોવા મળ્યું છે કે તમારા પર્સનલ ઓપનિયન કે વિચારને કારણે બોસે નોકરીમાંથી કાઢી મૂક્યા હોય. માટે બોસને ફ્રેંડ લિસ્ટમાં રાખવા.

ફેસબુક પરથી તમારા એક્સ ગર્લફ્રેંડ કે બોયફ્રેંડની તસવીરો હટાવી લેવી જોઈએ. કારણકે આની અસર તમારા ભવિષ્ય પર થઈ શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે સિંગલ હોવ અને તમારા અરેંજ મેરેજ થવાના હોય.

(5:20 pm IST)