Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

બુધ્ધ પુરૂષોની ભૂમિ કયારેય દરિદ્ર ન હોય : પૂ. મોરારીબાપુ

મુંબઇમાં આયોજીત ''માનસ રામ જનમ છે હેતુ અનેકા'' શ્રી રામ કથાનો છઠ્ઠો દિવસ

રાજકોટ, તા. રર :  ''ભારતની ભૂમિ બુધ્ધપુરૂષોની ભૂમિ છે અને બુધ્ધ પુરૂષોની ભૂમિ કયારેય દરિદ્ર ન હોય'' તેમ પૂ. મોરારીબાપુએ મહારાષ્ટ્રમાં કેન્સરના દર્દીઓના લાભાર્થે આયોજીત ''માનસ રામ જનમ કે હેતુ અનેકા'' શ્રી રામ કથાના છઠ્ઠા દિવસે જણાવ્યું હતું.

ગઇકાલે પાંચમાં દિવસે પૂ. મોરારીબાપુએ કહ્યું કે આખા વિશ્વમાં માત્ર એક ભારત દેશ જ એવો છે કે જેમાં આપણા જીવનના ચાર ભાગોને આશ્રમ કહેવામાં આવે છે જેમકે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસશ્રમ, આપણી ભારતીય જીવન પરંપરાને આમ આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે જે ભારત સિવાય દુનિયમાં અન્ય કયાંય પણ નથી અને આશ્રમ એટલે જયાં આરામ મળે, જયાં આહાર મળે, જયાં આરોગ્ય સુધરે, જયાં આનંદ મળે અને જયાં આગમ મળે તેને આશ્રમ માનજો... ઘણા લોકો વિચિત્ર પ્રશનો કરતા હોય છે. શ્રવણનાં માતા-પિતાનું નામ શું ? કુંભજના પિતાનું નામ શું ? કુંભજના પિતા કોણ ? શંકરનાં માતા-પિતાનું નામ શું ? એવી જિજ્ઞાસામાં ન પડો, સમય વ્યર્થ જશે. શંકરની જેમ બુદ્ધ-મહાવીર પણ એ જ રીતે જીવન જીવ્યા છે. ભિક્ષાભાવમાં સંકેત ન કરાય, મગાય પણ નહીં બીજું ભિક્ષાભાવમાં, સાંજે શું બનાવશો ? એમ પુછાય પણ નહીં જે બનાવ્યું હોય એ આરોગી લેવાનું ત્રીજુ, ભિક્ષાભાવમાં પેટનો અડધો ભાગ ખાલી  રાખવો (ઉણોદરી વ્રત) અને ચોથું અમે પણ કહેવાયું છે કે, કોઇને ઘેર ભિક્ષા લેવા જાવ ત્યારે કયાં સુધી રાહ જોવી એ પણ ભિક્ષા ભાવથી શરતોમાં આવે છે.

(4:22 pm IST)