Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ભારતે સુપરસોનિક મિસાઇલ બ્રહ્મોસનુ સફળ પરિક્ષણ કર્યું

રાજસ્થાનના પોખરણ રેન્જમાં કરાયુઃ મિસાઇલની રેન્જ ૨૯૦ કી.મી.: ૩૦૦ કિલો વજન લઇ જવા સક્ષમ : ચીન - પાકિસ્તાનથી આગળ નિકળી ગયું ભારત

રાજસ્થાનના પોખરણ રેંજમાં દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું આજે ફરી એકવારે સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ઉછી ઉંચાઈએ ઝડપી ઉડાન ભરવામાં અને રડારથી બચીને લક્ષ્યને સટીક રીતે ભેદવા માટે જાણીતી બ્રહ્મોસનું પરિક્ષણ ગુરુવારે વહેલી સવારે કરવામાં આવ્યું હતું.

બ્રહ્મોસનું પહેલુ પરિક્ષન ૧૨ જૂન, ૨૦૦૧ના રોજ થયું હતું. આ મિસાઈલનું નામ ભારતની બ્રહ્મ પુત્રા નદી અને રશિયાની મસ્કવા નદી પરથી રાખવામાં આવ્યું છે. બ્રહ્મોસ મિસાઈલ અવાજની ઝડપ કરતા લગભગ ૩ ઘણી વધારે ગતિ એટલે કે ૨.૮ માકની ઝડપે હુમલો કરવામાં સક્ષમ છે. આ મિસાઈલની રેંજ ૨૯૦ કિમોમીટર છે. આ મિસાઈલ ૩૦૦ કિલો જેટલ આયુધ પોતાની સાથે લઈ જવા માટે સક્ષમ છે.

હવાથી જમીન પર માર કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઈલનો દુશ્મન દેશની સરહદમાં આવેલા આતંકવાદી કેમ્પો પર હુમલો કરવામાં પણ ઉપયોગ થઈ શકે છે. આ મિસાઈલ અંડરગ્રાઉન્ડ પરમાણું બંકર, કમાંડ એન્ડ કંટ્રોલ સેંટર્સ અને સમુદ્રથી ઉપરથી ઉડી રહેલા એરક્રફટને દુરથી જ નિશાન બનાવવા માટે સક્ષમ છે.

દુનિયાની સૌથી ફાસ્ટ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યું છે. આ દરમિયાન ડીઆરડીઓના અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. માનવામાં આવે છે કે, મિસાઈલે સફળતાપૂર્વક યોગ્ય જગ્યા ઉપર જ હુમલો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૧૨ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલોજીસ્ટ ડો. એ પી જે અબ્દુલ કલામ અને રશિયાના પ્રથમ ડેપ્યુટી ડિફેંસ મિનિસ્ટર એન વી મિઝાઈલોવે એક ઈંટર-ગવર્મેન્ટલ એગ્રીમેંટ પર હસ્તાક્ષર કર્યા હતાં. ત્યાર બાદ બ્રહ્મોસ વિકસાવવાનો માર્ગ મોકળો બન્યો હતો. દુનિયાની સૌથી ખતરનાક માનવામાં આવતી સુપરસોનિક ક્રુઝ મિસાઈએલન ભારતના ડીઆરડીઓ અને રશિયાના એનપીઓએમ દ્વારા સંયુકત રૂપે વિકસીત કરવામાં આવી હતી.

બ્રહ્મોસની સાથે સાથે......

*   બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું

*   રાજસ્થાનના પોખરણ ટેસ્ટ રેંજથી પરીક્ષણ કરવામાં આવ્યું

*   સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને તમામને અભિનંદન આપ્યા

*   અગાઉ સુખોઇ યુદ્ધવિમાનથી ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પરીક્ષણ કરાયું હતું

*   સવારે ૮.૪૨ વાગે પરીક્ષણ કરવામાં આવ્યું

*   મિસાઇલની રેંજ ૪૦૦ કિલોમીટર સુધી વધારી શકાય છે

*   બ્રહ્મોસ ભારત અને ચીન વચ્ચે સંયુક્ત સાહસના ભાગરુપે છે

(7:33 pm IST)