Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

૨૦૧૯માં મોદી કઇ બેઠક પરથી ચુંટણી લડશે?: અમિત શાહે આપ્યો જવાબ

નવી દિલ્હી તા. ૨૨ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે પ્રધાનમંત્રી નરન્દ્ર મોદી ૨૦૧૯માં વારાણસીથી જ ચૂંટણી લડશે. આ મામલે પૂછાયેલા સવાલ પર શાહે કહ્યું કે, 'બીજે કયાંયથી લડવાનો સવાલ જ ઊભો નથી થતો.' SP-BSPના ગઠબંધન અંગે અમિત શાહે કહ્યું કે, 'હું ઉત્ત્।રપ્રદેશને જાણું છું, મને ખબર છે અહીં કંઈ નથી થવાનું. ભાજપ ફરી અહીં પ્રચંડ બહુમતિથી જીતશે.'

અમિત શાહે કહ્યું કે, 'જયારે અમે લોકસભામાં ૭૩ અને પછી વિધાનસભામાં ૩૨૫ સીટ યૂપીમાં જીત્યા ત્યારે લોકો કહેતા કે આવું શકય નથી. અમે ૨૦૧૯માં પણ પ્રચંડ બહુમતિથી જીતીશું.' કેટલી સીટો જીતશો તેવા પ્રશ્ન પર શાહે કહ્યું કે, 'હું જયોતિષી નથી. ૭૦ સીટ પર પણ જીતી શકીએ ને ૮૦ સીટ પર પણ.'

પેટાચૂંટણીઓ યોગી સરકાર સામે જનાદેશ નથી તેમ શાહે કહ્યું. 'યોગી લોકપ્રિય મુખ્યમંત્રી છે. અમે યૂપીમાં ૫૦ ટકા વોટ કેવી રીતે જીતવા તે જાણીએ છીએ. કોંગ્રેસ જે ચૂંટણીમાં જીતીને ખુશ છે ત્યાં શું સ્થિતિ છે? ફૂલપુર અને ગોરખપુરમાં કોંગ્રેસની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ. ૨૦૧૪માં જે દેશની જનતાએ નક્કી કરી લીધું હતું કે 'પાંડવ' કોણ છે.'

(3:52 pm IST)