Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

૩૯ ભારતીયોના મોતથી ધ્યાન હટાવા માટે કોંગ્રેસ અને ડેટા લીકની સરકારે વાર્તા બનાવી છે

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર મુકયા સણસણતા આરોપોઃ મીડિયામાંથી મોતના સમાચાર ગાયબ, સરકારની સમસ્યાનું થયું સમાધાન

નવી દિલ્હી તા. ૨૨ : કેમ્બ્રીજ એનાલિટિકા નામની ફર્મ દ્વારા ચૂંટણી માટે વોટર્સને મેનિપ્યુલેટ કરવાના ખુલાસા બાદ ભાજપ અને કોંગ્રેસ આમને-સામને છે. બંને પાર્ટીઓએ એકબીજા પર ચૂંટણીઓમાં કેમ્બ્રીજ એનાલિટિકાની સર્વિસીસનો આરોપ મૂકયો છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપના આરોપો પર પલટવાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે ઇરાકમાં ૩૯ ભારતીયોના મોતથી ધ્યાન હટાવા માટે કોંગ્રેસ અને ડેટા લીકની વાર્તા બનાવી દીધી છે.

બુધવારના રોજ કેમ્બ્રીજ એનાલિટિકા અને ફેસબુક બિગ ડેટા લીકનો મામલો સામે આવ્યા બાદ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર નિશાન સાંધ્યું હતું. રવિશંકર પ્રસાદનો આરોપ હતો કે કોંગ્રેસ ૨૦૧૯ની ચૂંટણીઓ માટે કેમ્બ્રીજ એનાલિટિકાના સંપર્કમાં હતું. તેના પર કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કેમ્બ્રીજ એનાલિટકાની વેબસાઇટ પરથી મળેલ માહિતીના આધાર પર દાવો કરાયો કે ૨૦૧૦ની બિહાર ચૂંટણીમાં ભાજપે આ એજન્સીની સર્વિસીસ લીધી હતી. હવે રાહુલ ગાંધીએ તેને ઇરાકમાં ૩૯ ભારતીયોના મોત સાથે જોડ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારના રોજ ટ્વીટ કરીને કહ્યું કે ઇરાકમાં ૩૯ ભારતીયોના મોત થયા. સરકાર ઉંઘતી રહી અને જુઠ્ઠુ બોલતા પકડાય ગઇ. રાહુલે આગળ લખ્યું કે તેના ઉપાય અંગે કોંગ્રેસ અને ડેટાચોરીની વાર્તા બનાવી દીધી. તેનું પરિણામ એ આવ્યું કે મીડિયા નેટવર્કમાંથી ૩૯ ભારતીયોના મોતના સમાચાર ગાયબ થઇ ગયા અને સરકારની સમસ્યાનું સમાધાન થઇ ગયું.

ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ઇરાકમાં ગુમ થયેલા ૩૯ ભારતીયોના મોતના સમાચારની પુષ્ટિ કરી હતી. તેના પર કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો કે સરકારે ઉતાવળમાં આ નિવેદન એટલા માટે આપ્યું કારણ કે શહીદો માટે કામ કરનાર ઇરાકની એસોસીએશન આ સચ્ચાઇને બતાવાનું હતું. તેમણે આરોપ મૂકયો કે જયારે ભાજપને લાગ્યું કે પોલ ખુલી જશે તો ઉતાવળમાં આ નિવેદન આપ્યું.(

(3:50 pm IST)