Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

પત્રકાર હત્યાકાંડઃ લાલુના દિકરા તેજપ્રતાપને કલીનચિટ

CBIએ આપી મોટી રાહતઃ સુપ્રીમે કેસ કર્યો બંધ

પટના તા. ૨૨ : બિહારનાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી અને લાલૂ પ્રસાદ યાદવનાં મોટા દીકરા તેજ પ્રતાપ યાદવને રાજદેવ રંજન હત્યાકાંડનાં કેસમાં સુપ્રીમ કોર્ટે તરફથી મોટી રાહત મળી ગઈ છે. સીબીઆઈ દ્વારા કલીન ચીટ મળ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેજ પ્રતાપ યાદવ વિરુદ્ઘની અપીલને ખારીજ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે પત્રકાર રાજદેવ રંજન હત્યાકાંડ મામલામાં કહ્યું કે તેજ પ્રતાપ યાદવનો આરોપી મોહમ્મદ કૈફ અને જાવેદ સાથેનાં ફોટો પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે. આ સાથે જ સીબીઆઈની કલીન ચીટ મળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ કેસ પરની સુનવણી બંધ કરી દીધી છે.ઙ્ગઙ્ગ

એવામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પછીથી જો કોઈ અપરાધિક ભૂમિકા સામે આવે તો અપીલ કરનાર હાઈકોર્ટમાં જઈ શકે છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ બિહારનાં સિવાનમાં પત્રકાર રાજદેવ રંજનની હત્યાનાં મામલામાં સુનવણી કરી રહ્યું હતું. છેલ્લી વખતની સુનાવણીમાં સીબીઆઈનાં જવાબ દાખલ કરવા માટે માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ સિંહની મોહમ્મદ કૈફ અને જાવેદ સાથેનાં ફોટોગ્રાફ અંગે તપાસ કરી રહી છે.

(3:48 pm IST)