Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

લશ્કરને માગણી કરતા સવા લાખ કરોડ બજેટમાં ઓછા ફાળવાયા

નવી દિલ્હી : લશ્કરની ત્રણ પાંખ - ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળે નવા શસ્ત્રો, વિમાન, યુદ્ધ જહાજો તથા અન્ય લશ્કરી સરંજામ ખરીદવા માટે સંરક્ષણ બજેટમાં માગેલી રકમ કરતા રૂ.૭૬,૭૬૫ કરોડ ઓછી રકમ સરકારે ફાળવી છે. આ ત્રણેય દળોએ ખર્ચ માટે રૂ.૧.૬૦ લાખ કરોડ માંગ્યા હતા, પરંતુ ૨૦૧૮ - ૧૯ના બજેટમાં રૂ.૮૩,૪૩૪ કરોડ મંજૂર કર્યા હતા, એવુ સંરક્ષણ ખાતાના રાજય કક્ષાના પ્રધાન સુભાષ ભામરેએ લોકસભામાં જણાવ્યુ હતું.

વેતન, વર્તમાન યંત્રણાના જતન તેમજ અન્ય સંબંધીત ખર્ચને આવરી લેતા ખર્ચમાં માગવામાં આવેલી રકમ કરતા રૂ.૩૫,૩૭૧ કરોડ ઓછી રકમ ફાળવાઈ હતી. આ ત્રણેય દળોને તેમણે ડીમાન્ડ કરેલી રકમ કરતા એકંદરે રૂ.૧.૨૧ લાખ કરોડ ઓછા ફાળવાયા છે.

(12:46 pm IST)