Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

અહમદનગરમાં કુરિયર ઓફીસમાં પાર્સલ બોંબ વિસ્ફોટ : ૩ને ઈજા

અહમદનગર : મહારાષ્ટ્રના અહમદનગરમાં કુરિયર સર્વિસ કંપનીની ઓફીસ ખાતે મંગળવારની રાત્રે પાર્સલમાંથી વિસ્ફોટ થતા ત્રણ જણ જખમી થયા હોવાની ઘટના બની હતી. આ પાર્સલ સંજય નહાર માટે હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે.

સંજય નહાર કોણ છે? તેમની માટે વિસ્ફોટક પાર્સલ કોણે મોકલ્યુ? અને શા માટે મોકલ્યુ? તેવા અનેક પ્રશ્ન નિર્માણ થયા છે. પુણેના સામાજીક કાર્યકર્તા સંજય નહાર એ 'સરહદ' સંસ્થાના સંસ્થાપક છે. 'સરહદ' સંગઠન કાશ્મીરમાં શાંતિ માટે કાર્યરત છે.

સંજય નાહરે વર્ષ ૧૯૯૦ના દશકમાં પંજાબ, જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારમાં સામાજીક કામની શરૂઆત કરી હતી. ૧૯૯૫માં જમ્મુ કાશ્મીરમાં શાંતિનો સંદેશ ાઅપી સામાજીક કાર્ય કરવા માટે સરહદ નામની સામાજીક સંસ્થાની સ્થાપના કરી હતી. રાષ્ટ્રીય એકતાની જાગૃતિ માટે ૧૯૮૪માં વંદે માતરમ નામની સામાજીક સંસ્થાની સ્થાપના કરી હતી. કાશ્મીરના યુવાઓને શિક્ષણ આપવા માટે પુણેના કાત્રજમાં શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી હતી.

માલીવાડા વિસ્તારમાં આવેલી ખાનગી કુરીયર કંપનીમાં મંગળવારની રાત્રે અંદાજે ૧૦ વાગ્યે ડિલીવરી માટે મોકલવામાં આવેલા પાર્સલને કર્મચારીઓ હેન્ડલ કરી રહ્યા હતા.

(12:45 pm IST)