Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ગ્રાહકોના ભંડોળનો દુરૂપયોગઃ સેબીએ ર શેર દલાલો અને અન્ય ૭ ઉપર પ્રતિબંધ લાદયો

નવી દિલ્હી તા. રર :.. મુડી બજારના નિયમનકાર સિકયુરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) એ ગ્રાહકોના ભંડોળનો દુરૂપયોગ કરવાના આરોપ બદલ સાત વ્યકિત સહિત બે બ્રોકર્સ ફિકસ સિકયુરીટીઝ અને ફિકસ કોમોડીટીઝ પર પ્રતિબંધ મૂકયો છે. ફિકસ સિકયુરીટીઝ પ્રાઇવેટ લીમીટેડ (એફએસપીએલ) એ સ્ટોક બ્રોકર છે, ત્યારે ફિકસ કોમોડીટીઝ પ્રાઇવેટ લીમીટેડ (એફસીપીએલ) એક કોમોડીટી ડેરિવેટીવ્ઝ બ્રોકર છે. ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં નેશનલ સ્ટોક એકસચેન્જે બજાર નિયમનકારને એફએસપીએલનો તપાસ અહેવાલ મોકલ્યો હતો. જેમાં કેટલાક પ્રતિકુળ અવલોકન રજૂ કરવામાં આવ્યા હતાં.

તેમાં કલાઇન્ટ ફંડ અને સીકયુરીટીઝના અયોગ્ય ઉપયોગનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત એફએસપીએલ અને એફસીપીએલ ઉપરાંત સાત વ્યકિત-વિનોદકુમાર બંસલ, સુરેન્દર સિંઘ, નીલા બંસલ, પ્રશાંત કુમાર નાયક, પૂનમ રાજભાર, ત્રિપ્તા કપુર અને શબનમ જોહનને સીકયુરીટીઝ બજારમાં ભાગ લેવા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. (પ-પ)

(11:41 am IST)