Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

દક્ષિણ એશિયામાં પ્રભુત્વ વધારવા ભારત અને ચીન વચ્ચે જબ્બર સ્પર્ધા

ભારતે પાડોશી દેશ ભૂટાન અને નેપાળને આર્થિક સહાય વધારવાની કરી જાહેરાતઃ ચીનનો મૂડીવાદી અભિગમ

બિજીંગ તા. ૨૨ : દક્ષિણ એશિયામાં ભારત અને ચીન વચ્ચે પ્રભુત્વ વધારવાને લઈને સ્પર્ધા ચાલી રહી છે. એપ્રિલથી શરુ થઈ રહેલા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ભારત સરકારે દક્ષિણ એશિયાના કેટલાક દેશોને આપવામાં આવતી સહાય વધારી દીધી છે. જેમાં ભારતે પાડોશી દેશ ભૂટાન અને નેપાળને આર્થિક સહાય વધારવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ ચીને પણ નેપાળ અને બાંગ્લાદેશમાં રોકાણ વધારવા તૈયારી દર્શાવી છે.

બિજીંગ- દક્ષિણ એશિયામાં ભારત અને ચીન વચ્ચે પ્રભુત્વ વધારવાને લઈને સ્પર્ધા ચાલી રહી છે. એપ્રિલથી શરૂ થઈ રહેલા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ભારત સરકારે દક્ષિણ એશિયાના કેટલાક દેશોને આપવામાં આવતી સહાય વધારી દીધી છે. જેમાં ભારતે પાડોશી દેશ ભૂટાન અને નેપાળને આર્થિક સહાય વધારવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ ચીને પણ નેપાળ અને બાંગ્લાદેશમાં રોકાણ વધારવા તૈયારી દર્શાવી છે. ભારતના પાડોશી દેશોમાં ચીનની વધી રહેલી હાજરી ભારત માટે પણ ચિંતાનં કારણ છે. જેને ધ્યાનમાં રાખીને મોદી સરકારે નવી રણનીતિ પર કામ કરવાનું શરુ કર્યું છે. જેને લઈને ભારત સરકારે એપ્રિલથી શરૂ થઈ રહેલા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન દક્ષિણ એશિયાના કેટલાક દેશોને આપવામાં આવતી સહાય વધારી દીધી છે. મહત્વનું છે કે, ભારત તેના પાડોશી દેશોને આર્થિક મદદ કરીને સંબંધો મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યું છે, જયારે ચીન મૂડીવાદી અભિગમ પર કાર્ય કરી રહ્યું છે.

ભારત સરકારની આર્થિક સહાયની યાદીમાં પાડોશી દેશ નેપાળ અને ભૂટાનને પ્રાથમિકતા આપવામાં આવી છે. અને એ જ કારણ છે કે, નેપાળને ગત વર્ષની સરખામણીમાં ૭૩ ટકા વધુ એટલે કે, રુપિયા ૬૦૦ કરોડની આર્થિક સહાય ભારત સરકાર દ્વારા કરવામાં આવશે. વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતે નેપાળને ૩૭૫ કરોડ રૂપિયાની આર્થિક સહાય કરી હતી.

જોકે નેપાળ એકલો દેશ નથી જેને ભારત આર્થિક સહાય કરી રહ્યું છે. ભૂટાન પણ ભારત પાસેથી સૌથી વધુ આર્થિક સહાય મેળવી રહ્યું છે. ભૂટાનને ભારત ૧૮૧૩ કરોડ રૂપિયાની સહાય કરી રહ્યું છે. જોકે આ સહાય ભૂટાનમાં હાઈડ્રોલીક પ્રોજેકટ સહિત અન્ય વિકાસ કાર્યો માટે ભૂટાનની રોયલ ગવર્નમેન્ટને આપવામાં આવતી સહાયનો એક ભાગ છે.

ભારત કરતાં ચીનની રણનીતિ એકદમ ભિન્ન છે. ચીન નાના અને અવિકસિત દેશોને માળખાકિય પરિયોજનાઓ માટે ઉંચા વ્યાજે લોન આપે છે અને જે-તે દેશના પ્રોજેકટમાં પોતાની ભાગીદારી પણ રાખે છે. જયારે લોન લેનારો દેશ લોનની રકમની સમયસર ભરપાઈ કરવામાં અસમર્થતા દર્શાવે ત્યારે ચીન તેની જમીન સહિત નિર્માણાધીન પ્રોજેકટ ઉપર પણ પોતાનો માલિકી હદ મેળવી લે છે. જેનું હાલનું ઉદાહરણ શ્રીલંકા છે. હંબનટોટા પોર્ટના વિકાસ માટે શ્રીલંકાએ ચીન સાથે ૧.૧ અબજ ડોલરના કરારા પર હસ્તાક્ષર કર્યા હતા. જયાં ચીનની સરકારી કંપનીને ૯૯ વર્ષના ભાડા પર પોર્ટ અને ૧૫ હજાર એકર જમીન મેળવી તેના પર એક ઈન્ડ્સ્ટ્રીયલ ઝોન ડેવલપ કરવાની જાહેરાત કરી છે.(૨૧.૯)

(11:41 am IST)