Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

વડાપ્રધાન આવાસ યોજનાઃ ૪૦ લાખ ઘરનો લક્ષ્યાંક પણ બન્યા માત્ર ૩ લાખ

પુના તા. ૨૨ : દેશના દરેક નાગરિકને ઘર પુરું પાડવાની વડાપ્રધાન મોદીની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત ૩ વર્ષમાં માત્ર ૮ ટકા લક્ષ્ય જ પુરું કરી શકાયુ છે. શહેરી વિસ્તારમાં ૩ વર્ષમાં સરકારે ૪૦.૬ લાખ મકાન બનાવવાનું વચન આપ્યુ હતું, પરંતુ અત્યાર સુધી માત્ર ૩ લાખ ઘર જ બની શકયા છે.જો કે ગ્રામીણ આવાસ યોજનાની આના કરતા સારી સ્થિતિ છે. નક્કી કરવામાં આવેલા ૯૫.૪ લાખ મકાનોમાંથી ૨૮.૮ લાખ મકાન તૈયાર કરી દેવામાં આ્યા છે. આટલું જ નહીં, ગ્રામીણ વિકાસ મંત્રાલયે આ ટાર્ગેટ સ્કીમ લોન્ચ થયાના ૧૫ મહિનામાં જ પાર પાડી દીધો હતો. કેન્દ્રીય શહેરી વિકાસ અને ગ્રામ્ય વિકાસ મંત્રાલયની વેબસાઈઠ પર આ આંકડા ઉપલબ્ધ છે.

ડેટા અનુસાર સરકાર શહેરી ક્ષેત્રોમાં ૪૦.૬ લાખ મકાનોના બાંધકામ માટે ૮૩૪૧ પરિયોજનાઓ પર કામ કરી રહી છે. ૧૮ લાખ મકાનો પર કામ ચાલી રહ્યું છે, એટલે કે યોજના અંતર્ગત ૪૪ ટકા ટાર્ગેટ પૂરો કરી શકાય છે. જો કે ડેટામાં સ્પષ્ટ નથી જણાવ્યું કે આ મકાનોનું બાંધકામ કેટલું થયું છે. જે મકાનોનું કામ પુરું થઈ ગયું છે, તેમાંથી લગભગ ૩ લાખમાં લોકો રહેવા લાગ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૫ જૂન, ૨૦૧૫દ્ગક્ન રોજ પ્રધાનમત્રી શહેરી આવાસ યોજના લોન્ચ કરી હતી. આ અંતર્ગત સરકારે ૨૦૨૨ સુધી શહેરના ગરીબો માટે ૨ કરોડ આવાસ તૈયાર કરવાની વાત કહી હતી. વડાપ્રધાને કહ્યુ હતું કે આઝાદીની ૭૫જ્રાક વર્ષગાંઢ પર દેશના દરેક નાગરિક પાસે પોતાનું ઘર હશે. ૨૦૨૨ સુધીના ટાર્ગેટની વાત કરીએ તો આ સ્કીમ સરકાર હજી સુધી ૨ ટકા કામ કરી રહી છે.

અમરા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સવાલના જવાબમાં શહેરી વિકાસ મંત્રાલયમાં યોજનાના સંયુકત સચિવે કહ્યું કે, હાઉસિંગ પ્રોજેકટ્સને પૂરા કરવામાં ૧૮દ્મક ૨૪ મહિના સુધીનો સમય લાગે છે તે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. જયારે ૨૦૧૮-૧૯ નાણાંકીય વર્ષની સમીક્ષા કરીશું તો શહેરી આવાસ યોજનાના પરિણામ ઘણાં સારા હશે.(૨૧.૧૧)

(11:40 am IST)