Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

સુપ્રીમ કોર્ટમાં સ્કૂલ ફી નિર્ધારણની સુનાવણી ૪થી એપ્રિલેઃ ૧ મહિનો વ્હેલી

નવી દિલ્હી તા. ૨૨ : સુપ્રીમ કોર્ટમાં સ્કૂલ ફી નિર્ધારણ મામલે સુનાવણી એક મહિનો વહેલી થશે પહેલા ૩ મેં ના રોજ થનાર સુનાવણી થનાર હતી.  ૪ એપ્રિલે થશે રાજય સરકાર સરકાર દ્વારા ખાનગી સ્કુલ સંચાલકો સામે ફી નિર્ધારણ મુદ્દે લાલ આંખ કરતા અને ગુજરાત હાઈકોર્ટમાં પણ લપડાક પડતા સુપ્રિમ કોર્ટ પહોંચેલા ખાનગી શાળા સંચાલકોને દેશની સર્વોચ્ચ અદાલતેઙ્ગ વાલીઓ તરફી મહત્વનો નિર્ણય લીધો છે.

સુપ્રિમ કોર્ટના વકિલ દેશરત્ન નિગમે આ મુદ્દે જણાવ્યું કે, હું વાલીઓ તરફથી અધિવકતા છું. સુપ્રિમ કોર્ટે વાલીઓ તરફ મહત્વનો નિર્ણય લીધો છે. ખાનગી સ્કુલો એક સાથે ૨૦૧૮-૧૯ની આખા વર્ષની ફી લેવા માંગે છે. જેનો મે સુપ્રિમ કોર્ટમાં વિરોધ કર્યો, અને જણાવ્યું કે ટર્મ પ્રમાણે જ ફી લેવી જોઈએ.

આ મુદ્દે વધુમાં વકીલ દેસરત્ન નિગમે કહ્યું કે, મારી દલીલ બાદ સુપ્રિમ કોર્ટે કહ્યું કે, કાયદા પ્રમાણે એક સાથે સ્કુલ ફી લઈ શકતી નથી. જો આ રીતે વાલી પાસે ફી વસુલવામાં આવશે તો સ્કુલ સંચાલકોએ વિદ્યાર્થીઓને ફી પાછી આપવી પડશે. વકીલ દેશરત્ન નિગમે કહ્યું કે, સુપ્રિમ કોર્ટ ખાનગી સ્કુલના સંચાલકોના ઈરાદાને સમજી લીધો, જેથી આ મુદ્દે સુનાવણી એક મહિનો વહેલા કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા ૩ મેના રોજ સુનાવણી થવાની હતી. હવે ૪ એપ્રિલે જ સુનાવણી હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ સરકારે ધારાસભામાં ૧પ૦૦૦, રપ૦૦૦ અને ર૭૦૦૦ની ફી નકકી કરી હતી. જે ખરડાને રાજયપાલની મંજુરીની મહોર મળી હતી. રાજય સરકારે ફી નિયમન વિધેયક લાગુ કરીને ફી નિર્ધારણ સમિતિ બનાવી છે. જેની વિરુદ્ઘ ખાનગી શાળા સંચાલકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દેતા સરકારે નિમેલી ફી નિર્ધારણ સમિતિને બંધારણીય ગણાવી હતી. જેના કારણે ખાનગી શાળા સંચાલકોને મોટો ઝટકો લાગ્યો હતો. આ પછી શાળા સંચાલકોએ હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હવે ૪ એપ્રિલે નવી ટર્મ પહેલા સુનાવણી થશે.(૨૧.૧૬)

(11:37 am IST)