Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

રાજ્યસભામાં માયાવતીના ઉમેદવારને આવતો રોકવા ભાજપે ઘડ્યો પ્લાન:અમિતભાઇ શાહે બનાવી રણનીતિ

માયાવતીના ઉમેદવાર ભીમરાવ આંબેડકર અને ભાજપના નવમા ઉમેદવાર અનિલ અગ્રવાલ વચ્ચે સીધી ટક્કર

નવી દિલ્હી :રાજ્યસભામાં માયાવતીના ઉમેદવારને આવતો અટકાવવા માટે ભાજપે પ્લાન ઘડ્યો છે ભાજપના રાષ્ટ્રીય અધ્ય્ક્ષ અમિતભાઇ શાહે અદભુત રણનીતિ બનાવી છે જેમાં સપા અને કોંગ્રેસ સાથેનું માયાવતીના ગઢબંધનમાં ગાબડું પાડીને માયાવતીના ઉમેદવારને ઉમેદવારને રાજ્યસભામાં રોકવા માટે પુરી તાકાત લગાવામાં આવી રહી છે.

   આગામી શુક્રવારના રોજ ઉત્તર પ્રદેશની 31 રાજ્યસભાની બેઠકો માટે 10 બેઠકો પર નિર્ણય થશે કે કઇ પાર્ટીનો ઉમેદવાર સદનમાં પહોંચશે. યુપીમાંથી ભાજપના 8 ઉમેદવારને સદનમાં મોકલવા તેમજ સપાના એક ઉમેદવારને રાજ્યસભામાં મોકલવા માટે સંખ્યા પર્યાપ્ત છે.પરંતુ 10મી બેઠક માટે સપા-બસપા-કોંગ્રેસ-ભાજપ-આરએલડી વચ્ચે રસાકસી જામી રહી છે.

  ઉત્તર પ્રદેશમાં 23 માર્ચે રાજ્યસભાની 10 બેઠક માટે ચૂંટણી યોજાઇ રહી છે જેમાં ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ સમાજવાદી પાર્ટી તેમજ બસપા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ચૂક્યો છે. રાજ્યસભાની 10 બેઠકો માટે 11 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં 9 ભાજપા અને સપા તેમજ બસપાના એક-એક ઉમેદવાર છે.

ભાજપના 9માં ઉમેદવારની બસપાના ઉમેદવાર સાથે સીધી ટક્કર છે, બસપાના ઉમેદવારને સપા અને કોંગ્રેસ બંનું સમર્થન છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે માયાવતીનું ગણિત ખરાબ કરવા એક નવી રણનીતિ તૈયાર કરી છે. માયાવતીના ઉમેદવાર ભીમરાવ આંબેડકર અને ભાજપના નવમા ઉમેદવાર અનિલ અગ્રવાલ વચ્ચે રાજ્યસભામાં સીધી ટક્કર જોવા મળશે.

નરેશ અગ્રવાલ પોતે ધારાસભ્ય છે જે ભાજપના ઉમેદવારને મત આપી શકે છે. આમ તેનો મતલબ એ થાય કે માયાવતીના ખાતામાં સપાનો એક મત ઓછો પડશે.નરેશ અગ્રવાલના ભાજપમાં આવ્યા બાદ ભાજપની સતત કોશિશ કરી રહી છે કે બસપાના ઉમેદવાર રાજ્યસભામાં ન પહોંચી શકે. કેટલાક સપાના ધારાસભ્યો શિવપાલ સમર્થક છે જેઓ પાર્ટીના વિરુધ્ધમાં જઇ મતદાન કરી શકે છે.

(12:00 am IST)