Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ઝારખંડ:અલીમુદ્દીનની હત્યા કેસમાં ભાજપના નેતા સહીત 11 કથિત ગૌરક્ષાઓને આજીવન કેદની સજા

29મી જૂન 2017ના 'ગૌમાંસની હેરફેર'ની આશંકાએ અલીમુદ્દીન સાથે મારઝૂડ કરી હત્યા કરાઈ હતી

ઝારખંડમાં ગૌમાંસની હેરફેરની શંકાએ હત્યાના ગુન્હામાં ભાજપના નેતા સહીત 11 જેટલા કથિત ગૌરક્ષકોને આજીવન કેદની સજા ફટકારાઇ છે ઝારખંડમાં રામગઢની ફાસ્ટ કોર્ટે ટોળા દ્વારા અલીમુદ્દીન નામના યુવકની હત્યાના કેસમાં 11 કથિત ગૌ-રક્ષકોને આજીવન કેદની સજા ફટકારી છે.દોષિતોમાં ભાજપના નેતા નિત્યાનંદ મહતોનો પણ સમાવેશ થાય છે. ગુનેગાર સાબિત થયેલા અન્ય શખ્સોમાં મુખ્ય આરોપી દીપક મિશ્રા, છોટૂ વર્મા અને સંતોષસિંહનો પણ સમાવેશ થાય છે.જ્યારે સગીર આરોપી 'જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ' સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

  શખ્સોએ 29મી જૂન 2017ના 'ગૌમાંસની હેરફેર'ની આશંકાએ અલીમુદ્દીન સાથે મારઝૂડ કરી હત્યા કરી નાખી હતી.

  અલીમુદ્દીનના પત્નીના કહેવા પ્રમાણે, "અંતે અમને કોર્ટમાંથી ન્યાય મળ્યો છે. અમે લાંબા સમયથી દિવસની રાહ જોઈ રહ્યા હતા."

જે દિવસે અલીમુદ્દીનની હત્યા થઈ, દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ પ્રકારની હિંસાઓની ટીકા કરી હતી. એટલે અલીમુદ્દીનની હત્યાની દેશભરમાં ચર્ચા થઈ હતી.

(12:00 am IST)