Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

સામાન્ય માણસને લાગશે મોટો ઝાટકો :પાવર કંપનીઓની વીજળીના ભાવ વધારવા તૈયારી

પ્રદૂષણ ઘટાડવા માટે પ્લાન્ટને ટેકનીકલી અપગ્રેડ કરવો પડશે ;સરકારની માંગી મદદ

 

નવી દિલ્હી :સામાન્ય માણસને આગામી દિવસોમાં મોટો ઝાટકો લાગી શકે છે પાવર કંપનીઓ દ્વારા વીજળીના ભાવ વધારવા તૈયારી થઇ રહી હોવાનું જાણવા મળે છે દેવાના બોજા નીચે દબાયેલી દેશની વીજળી ઉત્પાદક કંપનીઓએ પર્યાવરણ મંત્રાલયના નિર્દેશોનું પાલન કરવા માટે સરકારની મદદ માગી છે.મળતી વિગત મુજબ સરકારી અને પ્રાઇવેટ વીજળી ઉત્પાદક કંપનીઓએ કોલસા આધારિત જુના પ્લાન્ટેને ટેકનીકલી અપગ્રેડ કરવા માટે થનારા ખર્ચમાં મદદ કરવા માટે સરકાર પાસે અરજી કરી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે કંપનીઓએ વીજળી ઉત્પાદનમાં પ્રદૂષણ ઘટાડવા માટે પ્લાન્ટને ટેકનીકલી અપગ્રેડ કરવો પડશે

પાવર પ્લાન્ટને ટેકનીકલી અપગ્રેડ કરવાથી વીજળી કંપનીઓના ઇનપુટ કોસ્ટમાં વધારો થશે. વીજળી ઉત્પાદક કંપની પહેલાંથી દેવાના ભારે બોજ નીચે દબાયેલી છે અને માનવામાં આવે છે કે આનાથી એની મુશ્કેલીમાં વધારો થશે. સરકારે સંસદમાં પણ નિવેદન આપ્યું છે કે નવી ગાઇડલાઇનના કારણે ઇનપુટ કોસ્ટમાં વધારો થશે અને વીજળીની કિંમત પ્રતિ યુનિટ 93 પૈસા જેટલી વધી શકે છે જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સાં પણ પડશે

હાલમાં લગભગ 300 પ્લાન્ટને ટેકનીકલ અપડેટ કરવાનું આયોજન છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે સરકાર 25 વર્ષથી જુના પ્લાન્ટને ટેકનીકલી અપડેટ કરવાના પક્ષમાં નથી. આમ, સરકાર બને એટલા ઓછા પાવર પ્લાન્ટને વધારાના ખર્ચનો બોજ આપવા માગે છે જેથી વીજળીની કિંમતને કાબૂમાં રાખવામાં મદદ મળે.

(12:00 am IST)