Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મ્યાંનમારના જનસંહારમાં ફેસબુકે 'છુટ્ટા સાંઢ'ની ભૂમિકા નિભાવી છે :યુએનની ટીમનો અહેવાલ

ફેસબૂકનો ઉપયોગ મોટી માત્રામાં સાંપ્રદાયીક હિંસા ભડકાવવામાં થયો

 

ફેસબુક સામે ડેટા ચોરીના આરોપ બાદ વધુ એક ચોંકાવનારો આરોપ લગાવાયો છે સંયુક્ત રાષ્ટ્રની એક તથ્ય-પુષ્ટી કરતી ટીમે એક અહેવાલ રજૂ કર્યો છે જેમાં ફેસબૂકનો ઉપયોગ બહું મોટી માત્રામાં સાંપ્રદાયીક હિંસા ભડકાવવામાં થયો હોવાનું જણાવ્યું છે .

સંયુક્ત રાષ્ટ્ર સંઘની ટીમે આઠ મહિનામાં 600 લોકોનું ઈન્ટરવ્યૂ કરીને રિપોર્ટ રજૂ કર્યો હતો રિપોર્ટ મુજબ મ્યાંનમારમાં રોહિંગ્યા મુસલમાનો વુરુદ્ધ વધતા જતા અત્યાચાર અને હિંસા માટે ફેસબુકે બહું મોટો રોલ નિભાવ્યો છે.અહેવાલ રજૂ કરનાર ટીમના અધ્યક્ષ અનુસાર મ્યાંનમારમાં થયેલ જનસંહારમાં ફેસબુકે એક 'છુટ્ટા સાંઢ'ની ભૂમિકા નિભાવી છે.હેવાલમાં એમ પણ કહેવાયું છે કે ધાર્મિક ભાવનાઓ ભડકાવવા માટે ફેસબુક પર વીડિયો અને ભાષણ શેર કરવામા આવ્યા, જેના કારણે હિંસા વધુ ભડકી.

   જોકે, મુદ્ગે ફેસબુકે સ્પષ્ટ કહ્યું કે, તે 'નો પ્લેસ ફોર હેટ સ્પીચ' એટલે કે ભડકાઉ ભાષણ માટે કોઈ જગ્યા નહીંની નીતિ પર કામ કરે છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં પોતાનું નામ સામે આવતા, ફેસબુકના એક પ્રતિનિધિએ કહ્યું કે, અમે લોકો નફરત ફેલાવતા મુદ્દાને ખુબ ગંભીરતાથી લઈએ છીએ. તેમણે સ્પષ્ટતા કરી કે,વીતેલા કેટલાક વર્ષોમાં તેમના એક્સપર્ટ મ્યા્ંનમારમાં સુરક્ષા અને ભડકાઉ ભાષણો રોકવા કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે

  ફેસબુક પર વિતેલા વર્ષોમાં પર્સનલ ડેટા ચોરવાનો અને થર્ડ પાર્ટીને વેચવાનો આરોપ લગાવાયો છે વખતે ચેનલ 4ના સ્ટિંગ ઓપરેશનમાં આના પર મહોર લાગી છે એક બ્રિટિશ કંપની કેંબ્રિઝ એનાલિટિકાના એક અધિકારીએ માન્યુ કે, તેમણે ડેટાનો ઉપયોગ 2016ની અમેરિકાની ચૂંટણી માટે કર્યો હતો.

  ફેસબૂક પર આરોપ લાગ્યા હતા કે, તેમણે લોકોનો પર્સનલ ડેટા કંપનીને વેંચ્યો હતો. ત્યારબાદ કંપનીને ટાર્ગેટ ઓડિયન્સને ડોનાલ્ડ ટ્રંપ સાથે જોડાયેલ સમાચાર પહોંચાડવાનો પ્રયોગ કરવામાં આવ્યો. ઘટના બાદ ફેસબૂકના સંસ્થાપક ઝુકરબર્ગ પણ નિશાના પર આવી ગયા છે, અને તે પણ દોષી માનવામાં આવી રહ્યા છે.

 

(12:00 am IST)