Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ડોનાલ્ડ ટ્રમ્પને મારી સાથે સેક્સ સબંધો હતા :પ્લેબોયનો મોડલે લગાવ્યો આરોપ

કેરન મેક્ડોગલે અમેરિકાના રાષ્ટ્રપતિની વિરૂદ્ધ કેસ દાખલ કરીને શારીરિક સંબંધો રાખવા મુદ્દે ચુપકિદી તોડી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જાતીય સંબંધોના આરોપોમાં વધુ એકનો ઉમેરો થયો છે આ પહેલા પોર્નસ્ટારે ટ્રમ્પ પર જાતીય સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો હતો. અને હવે પ્લેબોયની મોડલ કેરન મેક્ડોગલે પણ અમેરિકાના રાષ્ટ્રપતિની વિરૂદ્ધ કેસ દાખલ કરીને શારીરિક સંબંધો રાખવા મુદ્દે ચુપકિદી તોડી છે.

   મેક્ડોગલના આરોપો પણ પોર્નસ્ટાર સ્ટેફની ક્લિફોર્ડ જેવા જ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 2016ની ચૂંટણી પહેલા નાણા આપીને તેને આ મામલે ચુપ રહેવા માટે દબાણ કરવામાં આવ્યું હતુ. મેક્ડોગલે લોસ એન્જિલસમાં ટ્રમ્પની વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે. આ પહેલા પોર્ન સ્ટાર સ્ટેફની ક્લિફોર્ડ પર ટ્રમ્પની વિરૂદ્ધ કેસ દાખલ કરી ચુકી છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે કેરન મોક્ડોગલેના આરોપોને ફગાવ્યા છે.

   પ્લેબોય મોડલ કેરન મેક્ડોગલે કેસ દાખલ કરીને જણાવ્યું કે રાષ્ટ્રપતિ બનતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની વચ્ચે શારીરિક સંબંધ હતા. મેક્ડોગલે કહ્યું કે 2016ના ચૂંટણી પ્રચાર દરમિયાન 10 મહિના સુધી ચાલેલા સંબંધોનો ખુલાસો ન કરવા માટે તેને 15 લાખ ડોલર આપવામાં આવ્યા હતા. મેક્ડોગલે કોર્ટમાં કહ્યું કે ટ્રમ્પે તેને અંધારામાં રાખીને સમજૂતી પર હસ્તાક્ષર કરાવ્યા હતા. જેથી આ સમજૂતીને રદ્દ કરવામાં આવે. મેક્ડોગલે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેણે ટ્રમ્પની વિરૂદ્ધ આ સ્ટોરી પબ્લીશ કરવા માટે અમેરિકન મીડિયા ઇન્ક.ને કહ્યું હતુ. પરંતુ તેમણે આ સ્ટોરીને પબ્લીશ કરી નહીં. જે બાદ એબીસી ન્યૂઝને આ સ્ટોરી ચલાવવા કહ્યું હતુ.. મેક્ડોગલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેના અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે 2006થી 2007 સુધી સંબંધો હતો.

(9:32 am IST)