Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

રાજ્યસભાની ૨૫ બેઠકો માટે કાલે ચૂંટણી

ગુજરાત - રાજસ્થાન સહિત ૧૦ રાજ્યોમાં ૩૩ સભ્યો બિનહરીફ ચૂંટાયા છેઃ ઉત્તર પ્રદેશ ઉપર સહુની નજર

નવી દિલ્હી તા. ૨૨ : રાજયસભાની ૫૮ બેઠકો માટે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. જેને લઈને રાજકીય પક્ષોએ પણ અંતિમ તૈયારીઓ પૂર્ણ શરૂ કરી દીધી છે.ઙ્ગગુજરાતની ચારેય બેઠકો બીનહરીફ થઇ ચૂકી છે. ૧૬ રાજયની ૫૮ બેઠકો પર રાજયસભાની ચૂંટણી યોજાવાની છે. ઉત્ત્।રપ્રદેશમાં સૌથી વધુ ૧૦ બેઠક પર રાજયસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપ રાજયસભામાં વધુમાં વધુ સભ્યોને મોકલવાની તૈયારીમાં લાગી ગયું છે. ઉત્તરપ્રદેશમાં ૧૦માંથી ૮ બેઠકો ભાજપની નક્કી છે જ્યારે સમાજવાદી પક્ષને ૨ બેઠકની આશા છે પરંતુ ભાજપના ચાણકય અમિતભાઇ શાહે અખિલેશના ગઢમાં ગાબડુ પાડી અખિલેશના કાકા સહિત સપાના ૭ ધારાસભ્યોને ખેડવી નાખ્યા છે અને સાથી પક્ષના નારાજ પ્રધાનને મનાવી લેતા હવે ઉ.પ્ર.ની ૧૦માંથી ૯ સીટ ભાજપ ખૂંચવી જશે તે નિશ્ચિત બનતું જાય છે.

ઉલ્લેખનીય છે કે રાજયસભામાં પણ બહુમતિનો આંકડો મેળવવા માટે ભાજપે પ્રયાસો હાથ ધર્યા છે. ૫૮ બેઠકોમાંથી ૧૦ રાજયની ૩૩ બેઠક પર સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. તેમાં પણ ગુજરાત અને રાજસ્થાનની દસેક બેઠકો બિનહરીફ થઈ છે. જયારે હવે આવતીકાલે માત્ર ૬ રાજયની ૨૫ બેઠકો પર આવતીકાલે મતદાન યોજાશે.

ઉત્તરપ્રદેશમાં ૧૦ બેઠકો પર ૧૧ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના ૯ ઉમેદવારોએ રાજયસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. સભ્ય સંખ્યા પ્રમાણે ભાજપની ૮ બેઠક નક્કી છે. જયારે એક બેઠક સમાજવાદી પાર્ટીના ફાળે જઈ શકે છે. તો એક બેઠક પર ભાજપ અને વિપક્ષ વચ્ચે કાંટાની ટક્કર જામી છે.(૨૧.૫)

(11:36 am IST)